મેલબોર્ન : મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભારતે બે વિકેટ ગુમાવીને ૧૭૨ રન કરી લીધા હતા. ભારતીય ટીમ ધીમી પરંતુ મક્કમ બેટિંગ કરી રહી છે. ચેતેશ્વર પુજારા ૫૦ અને વિરાટ કોહલી ૩૦ રન સાથે રમતમાં હતા. અગાઉ આજે ભારતીય કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગમાં આવેલા મયંક અગ્રવાલે પોતાની કુશળતા દર્શાવી હતી. તે ૭૬ રન કરીને આઉટ થયો હતો.
ટેસ્ટ પ્રવેશમાં અડધી સાથે ટે નવો રેકોર્ડ બનાવી ગયો હતો. અત્રે નોંધનીય છે કે પર્થના મેદાન ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના પાંચમા અને અને અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓ જીતવા માટેના ૨૮૭ રનના ટાર્ગેટ સામે કોઇ પણ સંઘર્ષ કર્યા વગર આઉટ થઇ જતા કરોડો ક્રિકેટ ચાહકોમાં નિરાશાનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. ભારતીય ટીમ પર આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ૧૪૬ રને મોટી જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણી હવે ૧-૧થી બરોબર થઇ ગઇ હતી.
બંને ટીમો હવે એક એક ટેસ્ટ મેચ જીતી શકી છે. પર્થના નવા સ્ટેડિયમ ખાતે આ પ્રથમ ટેસ્ટ રમાઇ હતી.તે પહેલા એડિલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જા કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતની જીત થઇ હતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૬ ટેસ્ટ મેચો પૈકી ભારતે છ ટેસ્ટ મેચ જીતી છે.