મેલબોર્ન ટેસ્ટ રોમાંચક….

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મેલબોર્ન :  મેલબોર્ન ખાતે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ભારતીય ટીમે તેની સ્થિતી મજબુત બનાવી લીધી હતી. આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતના પ્રથમ દાવમાં સાત વિકેટે ૪૪૩ રન દાવ ડિકલેરના જવાબમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયાની ટીમે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના આઠ રન કર્યા હતા. ભારત તરફથી વર્તમાન શ્રેણીમાં ચેતેશ્વર પુજારાએ બીજી સદી કરી હતી. પુજારા ૩૧૯ બોલ રમીને ૧૦ ચોગ્ગા સાથે ૧૦૬ રન કરીને આઉટ થયો હતો. આ ઉપરાંત કોહલીએ ૮૨ રન કર્યા હતા. રોહિત શર્માએ ૬૩ રન કર્યા હતા. પંતે ૩૯ રન કર્યા હતા.

  • બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં બીજા દિવસે ભારતે Âસ્થતિ મજબૂત કરી
  • ભારતે સાત વિકેટે ૪૪૩ રન બનાવી દાવ ડિકલેર કર્યો
  • ભારત પાસે હજુ પણ ૪૩૫ રનની મહત્વપૂર્ણ લીડ છે
  • ચેતેશ્વર પુજારા ૧૦૬ અને કોહલીએ ૮૨ રન બનાવ્યા
  • રોહિત શર્મા ટેસ્ટમાં પ્રવેશ કર્યા બાદ ૬૩ રન કરીને નોટઆઉટ રહ્યો
  • ચેતેશ્વર પુજારાએ વર્તમાન શ્રેણીમાં બીજી સદી કરી
  • પુજારાએ લંચ બાદ સદી પૂર્ણ કરી
  • વિરાટ કોહલી અને પુજારા વચ્ચે ત્રીજી વિકેટની ૧૭૦ રનની ભાગીદારી થઇ
  • વિરાટ કોહલીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી લીધી
  • ૮૨ રનના આંકડા પર પહોંચતાની સાથે જ કોહલીએ ભારત તરફથી વિદેશમાં સૌથી વધુ રન કરવાની સિદ્ધિ મેળવી
  • વિરાટે દ્રવિડના ૧૧૩૭ રનના રેકોર્ડને તોડ્યો
  • મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરાયો
  • વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ ખુબ જ ધીમી બેટિંગ
  • પ્રથમ દિવસે મયંક અગ્રવાલે ટેસ્ટ પ્રવેશમાં જ ૭૬ રન બનાવ્યા
  • મયંક અગ્રવાલેટેસ્ટ પ્રવેશમાં જ અડધી સદી ફટકારી
  • ચેતેશ્વર પુજારા સહિતના ભારતીય બેટ્‌સમેનોની ખુબ ધીમી બેટિંગથી ચાહકો નિરાશ થયા
  • ભારતીય બેટ્‌સમેનોની નિરાશાજનક બેટિંગથી મેદાન પર ઉપÂસ્થત ચાહકો પણ નિરાશ દેખાયા
  • એડિલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે જીત મેળવી હતી જ્યારે પર્થ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી
  • ઓસ્ટ્રેલિયાની જમીન પર ૭૦ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતવા માટેની ટીમ ઇÂન્ડયાને તક છે
  • સતત નિષ્ફળ રહેલી ઓપનિંગ જાડી મુરલી વિજય અને લોકેશ રાહુલને પડતા મુકી દેવામાં આવ્યા છે. ઝડપી બોલર ઉમેશ યાદવ પણ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી
  • ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૬ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી.
  • ભારતની વાત કરવામાં આવે તો ભારતે વર્ષ ૨૦૦૦ બાદથી ૧૯ ટેસ્ટ મેચ રમી છે. જે પૈકી ભારતને માત્ર ત્રણ ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મળી છે. જ્યારે તેની ૧૧ ટેસ્ટમાં હાર થઇ છે. પાંચ ટેસ્ટ ડ્રો રહી
  • ઓસ્ટ્રેલિયન ટીમમાં મિશેલ માર્શનો સમાવેશ કરવામાં આવ્યો
  • નાથન લિયોન ઘર આંગણે ભારત સામે એક સ્રેણીમાં સૌથી વધારે વિકેટ ઝડપી લેવાનો રેકોર્ડ પહેલાથી જ ધરાવે છે
  • વર્તમાન શ્રેણીમાં તે બે ટેસ્ટમાં ૧૬ વિકેટ ઝડપી ચુક્યો છે

 

Share This Article