જમ્મુ અને કશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ભારતીય જનતા પાર્ટીને ધમકી આપી છે. તેણે કહ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટી જો પીડીપી સાથે ગઠબંધન તોડશે તો કશ્મીરમાં બીજા 100 સલાઉદ્દીન પેદા થશે. ભારતની હાલત ફરી 90ના દશક જેવી થશે.
મહેબૂબા મુફ્તીએ કહ્યુ હતુ કે, 1987માં જ્યારે જમ્મુ-કશ્મીરમાં ચૂંટણીમાં ગોટાળો થયો હતો ત્યારે યાસિન મલિક અને હિજબુલ મુજાહિદીનના પ્રમુખ સૈયદ સાઉદ્દીન દા થયા હતા. જો ભારતીય જનતા પાર્ટીએ તેમનો હક છીનવવાનો પ્રયત્ન કર્યો તો ફરી એક વાર 90ના દશક જેવી દશા થશે.
આ બાબતે જમ્મુ-કશ્મીરના ભારતીય જનતા પાર્ટીના નેતા રવીન્દ્ર રૈનાએ કહ્યુ હતુ કે, મહેબૂબા મુફ્તીનુ સ્ટેટમેન્ટ આપત્તિજનક છે. તે આવા સ્ટેટમેન્ટ ના આપી શકે. જ્યારે મહબૂબા મુફ્તીએ સાફ રીતે કહી દીધુ છે કે, જો ભારતીય જનતા પાર્ટી પીડીપી સાથે ગઠબંધન તોડશે તો એક વાર ફરીથી 90ના દશક જેવા જમ્મુ-કશ્મીરના હાલ થશે.