ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કશ્મીર સરકાર પાસેથી પોતાનુ સમર્થન પાછુ ખેંચી લીધુ છે. અમિત શાહે આજે દિલ્હીમાં મોટા નેતાઓ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય કર્યો હતો. મેહબૂબા મુફ્તીએ આ નિર્ણય બાદ જ રાજ્યપાલ એન એન વ્હોરાને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ હતુ. સાંજે ચાર વાગે પીડીપીની બેઠક બોલાવવામાં આવી હતી.
બીજેપીએ સમર્થન પાછુ ખેંચવાની ચિઠ્ઠી રાજ્યપાલને સોંપી દીધી હતી. બીજેપીએ જમ્મુ કશ્મીરમાં રાજ્યપાલ શાશનની માંગ કરી છે. તમને જણાવી દઇએ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મળતા પહેલા અમિત શાહે એન.એસ.એ અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.
આ મહત્વના નિર્ણય બાદ બીજેપીના નેતા રામ માધવે કહ્યું હતુ કે, અમે ગૃહમંત્રાલય, અને એજંસીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ આ નિર્ણય લીધો છે. ત્રણ વર્ષ પહેલા આપેલા સમર્થનને ભારતીય જનતા પાર્ટીએ હવે જ્યારે પાછુ ખેંચી લીધુ છે ત્યારે હવે, જમ્મુ કશ્મીરમાં રાજ્યપાલ સાશન કે રાષ્ટ્રપતિ સાશન આવશે તે જોવું રહ્યું.