ડિજીટલ કેમેરાની જગ્યા હવે સ્માર્ટફોનના કેમેરાએ લઇ લીધી છે. હવે લોકો કેમેરા કેરી કરવાની જગ્યાએ સ્માર્ટફોન દ્વારા તસવીર લેવાનું વધુ પસંદ કરે છે. કારણકે તેના બે ફાયદા છે. એક તો તમારે એક્સ્ટ્રા કેમેરા કેરી નથી કરવો પડતો અને ફોટો ક્યાં સેવ કરવો તેની પણ મૂંઝવણ રહેતી નથી.
ઘણા લોકો મોબાઇલ ખરીદવા જાય ત્યારે મોબાઇલના કેમેરાના મેગાપિક્સલ કેટલા છે તે જોઇને તસવીરની ક્વોલિટી કેવી હશે તે નક્કી કરી લેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ફોટોની ક્વોલિટી કેવી હશે તે મેગાપિક્સલ નક્કી નથી કરતું.
મેગાપિક્સલ એટલે તેમાં લાખો પિક્સલ હોય છે. તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે ફોટોમાં પિક્સલ ફાટે છે. જો તમે ઓછા પિક્સલના કેમેરાથી ફોટો પાડીને મોટુ પોસ્ટર છપાવડાવો છો તો પિક્સલ ફાટશે અને જો તમારે ફોટો પ્રિન્ટ કરાવવો હોય તો વધારે મેગાપિક્સલ વાળા કેમેરાથી જ ફોટો પડાવવો જોઇએ.
ફોટોની ક્વોલિટી મેગાપિક્સલ સિવાય કેમેરાના લેન્સની ક્વોલિટી પર પણ આધાર રાખે છે. શટર સ્પીડ અને અપાર્ચર દ્વારા પણ ફોટોની ક્વોલિટી કેવી હશે તે નક્કી થાય છે.