મેગાન ફોક્સ  સારી ફિલ્મો મળશે તો ઇનકાર નહી કરે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ: હોલિવુડ ની વિતેલા વર્ષોની સૌથી સેક્સી સ્ટાર અને લોકપ્રિય મેગાન ફોક્સે હાલમાં વાતચીત દરમિયાન પોતાની કેરિયરની સાથે સાથે અંગત લગ્ન સંબંધની પણ નિખાલસપણે વાત કરી હતી. મેગાને પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે ટ્રાન્સફોર્મર્સ ફાયરિંગ તેના કેરિયરના લો પોઇન્ટ તરીકે રહી છે. તેનુ કહેવુ છે કે તે જા સારી ભૂમિકાવાળી ફિલ્મો મળશે તો હજુ પણ કામ કરવા માટે તૈયાર છે. ૩૧ વર્ષીય અભિનેત્રી ટ્રાન્સફોર્મર સિરિઝમાં જાવા મળી હતી.

અલબત્ત તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. આના કારણે તેની કેરિયર તેજીમાં પમ આવી હતી. જા કે મેગાન આને કેરિયરના લો પોઇન્ટ તરીકે ગણે છે. વર્ષ ૨૦૦૭માં મેગાન ટ્રાન્સફોર્મર્સ અને ત્યારબાદ સિક્વલ ફિલ્મ ટ્રાન્સફોર્મર્સ રિવેન્જ ઓફ ફેલનફિલ્મમાં નજરે પડી હતી. હોલિવુડની સ્ટાર અભિનેત્રીએ જુદા જુદા વિષય પર વાત કરી હતી. પોતાના પતિ બ્રાયન ઓસ્ટીન ગ્રીન સાથે સંબંધને લઇને પણ વાત કરી હતી. ઓસ્ટીન સાથે વર્ષ ૨૦૧૦માં મેગાન ફોક્સે લગ્ન કર્યા હતા.

મેગાનને ત્રણ બાળકો છે. જેમાં નોહ ચાર વર્ષ, બોધી ત્રણ વર્ષ અને ૧૪ મહિનાની બાળકીનો સમાવેશ થાય છે. મેગાન અને ઓસ્ટીન વચ્ચેના સંબંધ ખરાબ થયા બાદ તેમની વચ્ચે ભંગાણની સ્થિતી સર્જાઇ હતી. જા કે મેગાન સગર્ભા બની ગયા બાદ બન્ને વચ્ચે સમાધાનની સ્થિતી સર્જાઇ હતી. મેગાનનુ કહેવુ છે કે કેટલાક મોરચે બાંધછોડ કરીને કેરિયરમાં સફળ રીતે આગળ વધી શકાય છે. મેગાન ફરી સક્રિય થવાને લઇ હાલમાં વાત કરી રહી નથી.

 

 

Share This Article