મેગા મર્જરનો ઘટનાક્રમ – મોબાઇલ બિઝનેસને મર્જ કરવા જંગી નાણા ચુકવાયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વોડાફોન-આઈડિયા સેલ્યુલરના મેગા મર્જરને અંતિમ લીલીઝંડી આપી દીધી છે. આની સાથે જ ૩૫ ટકા માર્કેટ હિસ્સેદારી અને આશરે ૪૩૦ મિલિયન ગ્રાહકોની સાથે દેશની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર કંપની બનવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. વોડા-આઇડિયા ભારતની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર કંપની હવે બનશે. આઇડિયા સેલ્યુલર અને વોડાફોને હાલમાં જ તેમના મોબાઇલ બિઝનેસને મર્જ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિ કોમ્યુનિકેશન દ્વારા મુકવામાં આવેલી શરત મુજબ ૭૨.૬૮ અબજ રૂપિયાની સંયુક્ત ચુકવણી કરી હતી.

  • માર્ચ ૨૦૧૭માં વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યુલરે મર્જર માટેની જાહેરાત કરી હતી
  • ઓગસ્ટ ૨૦૧૭માં સેબી અને શેરબજાર દ્વારા મર્જરને લીલીઝંડી આપવામાં આવી હતી
  • જુલાઈ ૨૦૧૭માં સીસીઆઈ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવા માટે બંને કંપનીઓને લીલીઝંડી આપી હતી
  • જાન્યુઆરી ૨૦૧૮માં એનસીએલટી દ્વારા વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યુલર વચ્ચે મર્જરને મંજુરી આપવામાં આવી હતી
  • જુલાઈ ૨૦૧૮માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિ કોમ્યુનિકેશન દ્વારા શરતી મંજુરી આપીને ૭૨ અબજ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. અંતિમ મંજુરી માટે આ ૭૨ અબજ રૂપિયાની માંગ કરવામાં આવી હતી
  • ૯મી જુલાઈ ૨૦૧૮ના દિવસે ડોટે મર્જરને લીલીઝંડી આપી હતી અને બંને કંપનીઓને માંગ મુજબના નાણા ચુકવવા કહેવામાં આવ્યું હતું
  • ૨૪મી જુલાઈ ૨૦૧૮ના દિવસે શરત મુજબ નાણા ચુકવી દેવામાં આવ્યા બાદ મર્જરનો માર્ગ મોકળો થયો હતો
  • ૨૬મી જુલાઈના દિવસે સરકારે અંતિમ મંજુરી મર્જરને આપી દીધી છે
  • મર્જર થયા બાદ વોડાફોન આઈડિયા નામથી આ કંપની કામ કરશે અને તેની રેવન્યુ માર્કેટ હિસ્સેદારી ૩૭.૪ ટકા થઇ જશે
  • આઇડિયા-વોડાફોન કંપનીના ગ્રાહકોની સંખ્યા ૪૩૮ મિલિયન સુધી પહોંચી જશે
Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/84afd51eb86be6ab33ae984da2ef630f.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151