નવી યોજનાઓ, સન્માન સમારોહ અને અનુભવોની વહેંચણી સાથે સફળતા દિવસની ખાસ ઉજવણી
અમદાવાદ : ISO 9001 : 2015 પ્રમાણિત અને ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં સૌથી ઝડપથી વિકસતી પબ્લિક લિમિટેડ કંપની પૈકીની એક, વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડ કે જે ભવિષ્યના સ્થળો અને લોકેશન્સમાં વિશાળ જમીનો અને લેન્ડ બેંક ધરાવે છે અને આ સાથે સાથે રિયલ એસ્ટેટ સેક્ટરમાં 2 દાયકાથી વધુની કુશળતા ધરાવે છે, તેઓ 3જી માર્ચ, 2024ના રોજ તેમની સફળતા દિવસ ની ઉજવણી .તેના કન્સલ્ટન્ટ્સ, બિઝનેસ પાર્ટનર્સ, ગેસ્ટ સ્પીકર્સ અને ટીમના સભ્યો સાથે ભવ્ય રીતે કરી રહ્યા છે.
વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક અને મૅનેજિંગ ડિરેક્ટર શ્રી કૌશલ શાહ જણાવે છે કે,” જમીન એ દરેક ભારતીય માટે એક મહત્વની સંપત્તિ છે અને R-SIP ની ક્રાંતિકારી યોજના જે રિયલ એસ્ટેટની તકોમાં રોકાણ કરવા માટેની એક વ્યવસ્થિત માસિક યોજના છે એમને રજૂ કરવા ઉપરાંત, અમે અમારા રોકાણકારો અને વ્યવસાયિક ભાગીદારોને માર્ગદર્શન આપીને ગુજરાતની પ્રગતિ અને પ્રવાસનને વધારવામાં પણ મદદ કરી રહ્યા છીએ. રાજ્યના ભાવિ સ્થાનો જેમાં વિશાળ સંભાવનાઓ છે અમે તેમને તે સ્થળોએ રોકાણ કરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીયે છીએ.”
વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડના સહ સ્થાપક અને ડિરેક્ટર શ્રી પંકિન પરીખે શેર કર્યું, “અમે આજે અમારા રોકાણકારોને લોથલ અને ધોલેરા જેવા દેશના સૌથી ભાવિ રોકાણ સ્થળોમાંના એકમાં રિયલ એસ્ટેટ ડ્રીમ્સ તરફ ઇન્વેસ્ટમેન્ટસ કરવા માટે માર્ગદર્શન આપી રહ્યા છીએ. તાજેતરના પોતાના ઇન્ટરવ્યુમાં અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી.એ પણ આ વિસ્તારોને હેરિટેજના સ્થાનો તેમજ ફ્યુચરિસ્ટિક સિટીના સ્થળો તરીકે વિકસાવવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને સાથે સાથે આ વિસ્તારોમાં વૃદ્ધિ અને વિકાસ માટે સરકારી રોકાણની જાહેરાતો પણ કર્યા છે. આજ સુધી અમે અમારા ફ્યુચરિસ્ટિક લોકેશન્સમાં 11 પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, 3 સાઇટ્સ પર સંપૂર્ણ ઉર્જા સાથે કામ ચાલુ છે અને અમારા સક્સેસ દિવસ ની ઉજવણી બેઠકમાં અમે ફાર્મ સ્ટે અને વીકએન્ડ શાસ્ત્ર જેવા કેટલાક વધુ ક્રાંતિકારી વિચારોની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ.”
પ્રેસ કોન્ફરન્સમાં, શ્રી નીરવ શાહે વીકએન્ડ શાસ્ત્ર વિશે તેમના વિચારો શેર કર્યા, શ્રી સમીર કંધારે એ કેવી રીતે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું એ પણ વ્યવસાય માટેની અદભુત તક છે તે વિશે વાત કરી, શ્રી દક્ષેશ રાવલે જણાવ્યું કે કેવી રીતે ભવિષ્યના આ નવા સ્થળો પ્રી વેડિંગ શૂટ અને મેરેજ ડેસ્ટિનેશન માટે શ્રેષ્ઠ સ્થાનો છે અને બ્રાન્ડ એક્સપર્ટ શ્રી પલ્લવ શાહે બ્રાન્ડ વેલ્યુના મહત્વ વિશે વાત કરી હતી.
રિયલ એસ્ટેટના આટલા વર્ષોના અનુભવોમાં, વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડે સમગ્ર ગુજરાત, ભારત અને હવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે જેમ કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા અને અન્ય ઘણા દેશોમાં પોતાના ઇન્વેસ્ટર્સ સાથે તેના ગૌરવપૂર્ણ પદચિહ્નોનો વિસ્તાર કર્યો છે.