અમદાવાદ : ગુજરાત સહિત દેશભરમાં મેડિકોલીગલ એટલે કે, તબીબી બેદરકારી, નિષ્કાળજી, દર્દીઓના સગા સાથે ઘર્ષણ, મારામારી સહિતના કેસોની સંખ્યા દિન પ્રતિદિન નોંધપાત્ર રીતે વધી રહી છે અને તેની સમાજમાં તો, તબીબી વ્યવસાયમાં પણ ઘેરી અસરો પાડી રહી છે. ગુજરાતમાં વર્ષેદહાડે દસથી પંદર હજાર જેટલા મેડિકોલીગલના કેસો નોંધાતા હોય છે, જે ઘણા ગંભીર અને ચિંતાજનક કહી શકાય. પહેલા કરતાં આવા કેસોનું પ્રમાણ ઘણુ વધ્યું છે.
એક અંદાજ મુજબ, મેડિકોલીગલના આવા કેસોમાં દસથી પંદર ટકાનો વધારો નોંધાયો છે, જેને લઇ ડોકટરોએ નૈતિકતા, શિસ્ત, સંયમની સાથે સાથે કાયદાકીય અભ્યાસ અને સુપ્રીમકોર્ટના ચુકાદા-ગાઇડલાઇન્સનો અભ્યાસ કરવો પણ ઘણો જરૂરી છે એમ અત્રે ઇÂન્ડયન મેડિકોલીગલ એન્ડ એથીક્સ એસોસીએશનના પ્રમુખ રાજેશ શાહે જણાવ્યું હતું. મેડિકોલીગલ કેસો અને તેના નિવારણ તેમ જ ડોકટરોએ રાખવાની સાવધાની અને રક્ષણના ઉપાયો સહિતના સંવેદનશીલ વિષય પર શહેરમાં ઇમલીકોન-૨૦૧૮ બે દિવસીય કોન્ફરન્સ યોજાઇ હતી, તેમાં દેશ-વિદેશના નિષ્ણાત તબીબો ઉપરાંત, કાયદાજગતના નિષ્ણાત તજજ્ઞો એવા પૂર્વ લોકાયુકત જÂસ્ટસ એસ.એમ.સોની(નિવૃત્ત), શ્રીમતી જયોત્સનાબહેન યાજ્ઞિક( નિવૃત્ત પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ, ભદ્ર કોર્ટ), હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. મેડિકોલીગલ કેસોને લઇ કાયદાકીય માર્ગદર્શન અને સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓ વિશે ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ધારાશા†ી આર.જે.ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં જયારે મેડિકોલીગલના કેસો વધતા જાય છે ત્યારે ડોકટરોએ રાખવાની થતી સાવધાની, કાળજી અને ખાસ તો કાયદાકીય રક્ષણ વિશે સારી રીતે વાકેફ હોવું જરૂરી છે.
સુપ્રીમકોર્ટે આ માટે મહત્વના જુદા જુદા ચુકાદાઓ અને તેમાં અગત્યની માર્ગદર્શિકા પણ જારી કરેલી છે, જે તબીબીઆલમને બહુ ઉપયોગી થઇ શકે એમ છે. સુપ્રીમકોર્ટની ગાઇડલાઇન્સ મુજબ, કોઇપણ ડોકટર વિરૂધ્ધ ફરિયાદ-પ્રોસીકયુશન કરવું હોય તો સરકારની અધિકૃત મંજૂરી જરૂરી છે. જા ડોકટર વિરૂદ્ધ ફરિયાદ થાય તો તેવા સંજાગોમાં પોલીસને તાત્કાલિક ધરપકડ નહી કરવા સુપ્રીમકોર્ટે તાકીદ કરેલી છે અને તેવા કિસ્સામાં પોલીસે પહેલાં એક્ષ્પર્ટ પેનલના અભિપ્રાય બાદ જ ધરપકડ કરી શકે તેવી તાકીદ કરાઇ છે. સુપ્રીમકોર્ટે તેના ચુકાદાઓ અને માર્ગદર્શિકા મારફતે ડોકટરો-તબીબોને વિશેષ રક્ષણ પૂરું પાડયું છે, તે બાબતથી પણ તબીબોએ વાકેફ અને માહિતગાર હોવું જાઇએ અન્યથા તેઓ કાયદાકીય આંટીઘૂંટીનો શિકાર બની શકે. અકસ્માત કે ઇમરન્જસીના કેસમાં દર્દીને તાત્કાલિક સારવાર આપવા અને પહેલાં એફઆઇઆર કે ફીનો આગ્રહ નહી રાખવા પણ સુપ્રીમકોર્ટે તેની માર્ગદર્શિકામાં તબીબોને તાકીદ કરી છે.
ઉપરાંત બળાત્કાર, દુષ્કર્મ જેવા ગંભીર અને સંવેદનશીલ કેસોમાં પણ પીડિતાને તાત્કાલિક સારવારની તાકીદ કરાઇ છે ત્યારે ડોકટરોએ તેમના એથીક્સ અને ફરજની સાથે સાથે કાયદાકીય સમજ અને અભ્યાસ કેળવવો પણ એટલો જ જરૂરી છે. આ પ્રસંગે પૂર્વ પ્રિન્સીપાલ જજ ડો.જયોત્સનાબહેન યાજ્ઞિક, પૂર્વ લોકાયુકત એસ.એમ.સોની (નિવૃત્ત) સહિતના મહાનુભાવોએ પણ પ્રાસંગિક પ્રવચનો કરી ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન આપ્યા હતા. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશથી ૬૦૦થી વધુ ડોકટરો ભાગ લેવા આવ્યા હતા.