નવી દિલ્હી: દવાના ઓનલાઇન વેચાણ કરનાર કંપનીઓ (ઇ- ફાર્મા)ના કારોબારમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. હવે ઇ- ફાર્મા કંપનીઓ પણ સરકારના રડાર પર છે. આને કાબુમાં લેવા માટે નવા નિયમો ટુંક સમયમાં જ લાગુ કરવામાં આવી શકે છે. કેન્દ્રિય ઔષધ માપદડ નિયંત્રણ સંગઠન (સીડેસ્કોધ દ્વારા આના માટે મુસદ્દો અથવા તો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. આને લઇને હાલમાં ઇ- ફાર્મા કંપનીઓ પર નજર રાખવામાં આવી છે. દવાના ઓનલાઇન વેચાણ પર સીડેસ્કો બાજ નજર રાખશે. આ નિયમોને લાગુ કરવામાં આવ્યા બાદ નેટમેડ, ૧ એમજી જેવા આશરે ૫૦૦ ઓનલાઇન ઇ- ફાર્મા પ્લેટફોર્મ પર કેટલીક પ્રકારની જોગવાઇને અમલી કરવાની જવાબદારી રહેશે.
નિયમોના મુસદ્દા પર ૪૫ દિવસની અંદર લોકોના અભિપ્રાય મેળવી લેવામાં આવનાર છે. ત્યારબાદ અંતિમ રૂપથી તૈયાર નિયમોને લાગુ કરવામાં આવશે. સુત્રોએ કહ્ય છે કે નવા નિયમો હેઠળ દવા વેચનાર ઓનલાઇન પોર્ટલને નોંધણી કરાવવી પડશે. સાથે સાથે દવાના સ્ટોક અને કિંમતો અંગે પણ સરકારને તમામ પ્રકારની માહિતી આપવી પડશે. આ ઉપરાંત સિડેસ્કો અને અન્ય સરકારી એજન્સી દ્વારા સમય સમય પર આ ઇ-ફાર્મા કંપનીઓમાં નિરીક્ષણ કરવામાં આવનાર છે. નવી જાગવાઇ લાગુ કરવામાં આવ્યા બાદ ઓછી ગુણવત્તા અથવા તો નબળી દવાઓ વેચવા બદલ આ દવા ઇ- ફાર્મા કંપની પર દવા અને કોસ્મેસિટ નિયમો હેઠળ દંડ પણ લાગુ કરવામાં આવનાર છે. નિયમો હેટળ ઇ-ફાર્મા કંપનીઓના સંકલનમાં પણ તપાસ કરવામાં આવનાર છે.
જાણકાર લોકોન કહેવુ છે કે ઇ- ફાર્મા કંપનીઓ મારફતે દેશમાં દવાનુ વાર્ષિક વેચાણ ૩૦૦૦ કરોડથી વધારે છે. તેમાં દર વર્ષે ૧૦૦ ટકાનો વધારો થઇ રહ્યો છે. દવાના ૫૦૦થી વધારે પોર્ટલ રહેલા છે. મોટા ભાગની હિસ્સેદારી ૧૨-૧૫ સ્ટોરોની રહેલી છે. ઇ- ફાર્મા કંપનીઓ પર નિયંત્રણ રાખવાના હેતુસર કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે. આના કારણે સામાન્ય લોકોને રાહત થશે.