વર્ષોથી અટવાયેલુ રાષ્ટ્રીય મેડિકલ કમીશન બિલ સંસદના વર્તમાન સત્રમાં પાસ થઇ ગયા બાદ આને લઇને પણ મોટી રાહત થઇ છે. મોટા શિક્ષણશાસ્ત્રીઓ આને પણ મોદી સરકારની એક મોટી સફળતા તરીકે ગણી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે હવે મેડિકલ શિક્ષણમાં રહેલી તમામ બિમારીઓ દુર થવા માટેનો માર્ગ મોકળો થઇ જશે. દેશમાં કુલ એમબીબીએસની સીટોની સંખ્યા ૮૦ જારથી વધારે રહેલી છે. મેડિકલની સ્થિતી નીચે મુજબ છે
- એમબીબીએસની કુલ સીટોની સંખ્યા ૮૦૦૦૦ રહેલી છે
- પ્રાઇવેટ કોલેજમાં એમબીબીએસની ૪૦૦૦૦ સીટો રહેલી છે
- ૨૦૦૦૦ પ્રાઇવેટ સીટો માટે કેન્દ્રિય એજન્સી દ્વારા ફિ નક્કી કરવામાં આવે છે
- ૨૦૦૦૦ પ્રાઇવેટ સીટો માટે રાજ્ય પોતે વ્યવસ્થા કરી શકે છે
- મેડિકલની વ્યવસ્થાને સુધારી દેવા માટે જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે
- દેશમાં ૧૦૦૦ દર્દી પર હાલમાં એક તબીબની વ્યવસ્થા છે