મુંબઈ : મી ટુના આરોપોનો સામનો કરી રહેલા ગાયક અને સંગીતકાર લોકપ્રિય અનુ મલિકની શોમાંથી હકાલપટ્ટી કરી દેવામાં છે. ચેનલે રવિવારના દિવસે નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી હતી. ચેનલે કહ્યું છે કે, અનુ મલિક હવે ઇÂન્ડયન આઈડોલ જ્યુરીનો હિસ્સો રહ્યા નથી. આ શો પોતાના કાર્યક્રમ મુજબ આગળ વધશે. ટૂંકમાં જ ભારતીય સંગીતના કોઇ મોટા નામને ગેસ્ટ તરીકે લાવવામાં આવશે.
વિશાલ અને નેહાની સાથે ત્રીજી વ્યÂક્તને જાડવામાં આવશે. અનુ મલિક પર હજુ સુધી ચાર મહિલાઓ દ્વારા સતામણીના આક્ષેપ કરવામાં આવી ચુક્યા છે જેમાં ગાયક શ્વેતા પંડિત, સોના મહાપાત્રા અને અન્ય બે નામ જાહેર કરવામાં આવ્યા નથી. અનુ મલિક પર મુકવામાં આવેલા આક્ષેપોના સંદર્ભમાં ચેનલે કહ્યું છે કે તેમની સામે કોઇ વલણ અપનાવવામાં આવ્યું નથી. આ મુદ્દે સતત બેઠક થઇ રહી છે. બીજી બાજુ પાંચમી સિઝનમાં સ્ટાફ મેમ્બર રહેલી એક મહિલાએ કહ્યું છે કે, તે એવી અનેક મહિલાઓને જાણે છે જે અનુ મલિકના હાથે શોષણના શિકાર બની ચુકી છે.
ન્યુયોર્ક સ્થિત નિર્માત્રી ડેનિક ડીસુઝાએ ખુલાસો કર્યો છે કે, ઇન્ડિયન આઈડોલના શૂટિંગ દરમિયાન તમામને અનુ મલિકના વર્તન અંગે માહિતી છે છતાં કેટલાક લોકો અવગણના કરે છે. અનુ મલિક ઉપર શ્વેતાએ જાતિય સતામણીનો આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે, ૨૦૦૧માં તેની સાથે ખરાબ વર્તન થયું હતું તે વખતે તે ૧૫ વર્ષની હતી.