મેક્કેઈન ઈન્ડિયાને તાજેતરમાં પહેલી વાર અત્યંત દાખલારૂપ એમ્પ્લોયર- ઓફ- ચોઈસ ગ્રેટ પ્લેસ ટુ વર્ક માટે સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે. ધ ગ્રેટ પ્લેસ ટુ વર્ક® આકલન કાર્યસ્થળે સંસ્કૃતિના આકલનમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે. મેક્કેઈને તેના કર્મચારીઓ માટે ઉચ્ચ કટિબદ્ધ અને ડાઈવર્સિફાઈડ એચઆર પોલિસીઓને લીધે મધ્યમ આકારની સંસ્થાની શ્રેણીમાં સન્માન હાંસલ કર્યું છે. આ પુરસ્કાર જીપીટીડબ્લ્યુ દ્વારા આપવામાં આવ્યો હતો, જે સંસ્થા ગ્રેટ પ્લેસ ટુ વર્ક® ટ્રસ્ટ ઈન્ડેક્સ© સ્કોર પર સંસ્થાઓને ક્રમ આપે છે, જે ઉત્પાદકતા, નાવીન્યતા, ખર્ચ અને અન્ય વેપારી પરિણામોને પ્રભાવિત કરે છે.
ગ્રોઈંગ ફોર ગૂડ સંસ્થા તરીકે મેક્કેઈન તેના બધા કર્મચારીઓને મન મૂકીને કામ કરવા અને સફળ થવા માટે પ્રગતિશીલ સંસ્કૃત, સુચારુ કાર્ય વાતાવરણ ફૂલેફાલે તેના ભાન સાથે ડાઈવર્સિટી, ઈન્ક્લુઝિવિટી અને ઈક્વિટીને પ્રમોટ કરવા પર કેન્દ્રિત છે. તેની આચારસંહિતાના ભાગરૂપે મેક્કેઈન ભ્રષ્ટાચાર, માનવાધિકારનો ભંગ અને સતામણી કે પૂર્વગ્રહ પ્રત્યે શૂન્ય સહનશીલતા ધરાવે છે, જેને લઈ બધા માટે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણની ખાતરી રહે છે. આરંભથી જ કંપની કામના સ્થળે શૂન્ય ઘટના નોંધાવે છે અને તેના કર્મચારીઓ સાથે તેમના પરિવારો માટે પણ સુરક્ષાને પ્રોત્સાહન આપે છે.
આ સન્માન પર બોલતાં મેક્કઈન ફૂડ્સના ભારત, કોરિયા, સાઉથઈસ્ટ એશિયા અને તાઈવાનના એચઆર, સસ્ટેનેબિલિટી અને કોર્પોરેટ કમ્યુનિકેશનના રિજનલ ડાયરેક્ટર શ્રી દેબદત્તા બક્ષીએ જણાવ્યું હતું કે, “જીપીટીડબ્લ્યુ દ્વારા સર્ટિફાઈડ થવાય તે ઉત્તમ સન્માન છે અને અમને લોકો પ્રત્યે અમારા વ્યવહારોનું સન્માન થયું તેની ખુશી છે. અમારા લોકો અમારા વેપારના હાર્દમાં છ અને અમે અમારા બધા કર્મચારીઓ માટે વૈવિધ્યતા, સમાવેશકતા, સુરક્ષા અને નૈતિક કાર્યસ્થળ સંસ્કતિ ફૂલેફાલે તે માટે સમર્પિત રહેવા માગીએ છીએ, કારણ કે તે અમારા વેપારનો મુખ્ય હિસ્સો છે. અમને ખુશી છે કે અમારા કર્મચારીઓ સંસ્થાને હકારાત્મક વાતાવરણ તરીકે જુએ છે, જે અમારાં મજબૂત મૂલ્યોમાં પણ પ્રદર્શિત થાય છે. અમને આ સન્માન પ્રાપ્ત થયું તેની ખુશી છે અને અમારા લોકો, ભાગીદારો અને સમુદાય પ્રત્યે કટિબદ્ધ રહીશું.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વૈશ્વિક સ્તરે મહામારીએ સહભાગની રીતમાં નવો દાખલો બેસાડ્યો છે. પડકારો છતાં અમારા પ્રતિભાશાળી કાર્યબળની ક્રિયાત્મકતા, ધ્યેય અને સમર્પિતતા જોવાની ખુશી છે. અમે લોકો તેમની ફળદ્રુપ વૃદ્ધિમાં યોગદાન આપીને પ્રતિભા આકર્ષવા અને જાળવી રાખવા માટે સંસ્થા અને અમારા લોકોમાં વિશ્વાસ નિર્માણ કરવાનું ચાલુ રાખીશું.”
મેક્કેઈને મહામારી પછી સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ નિર્માણ કરવા માટે રજૂ કરેલી અન્ય અમુક નીતિઓમાં માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ આધાર, મહિલા માટે માસિકની નીતિ, હાઈબ્રિડ વર્કિંગ વગેરે જેવી ઉત્તમ કર્મચારી કલ્યાણ નીતિઓ સમાવેશ કરી છે. બ્રાન્ડ બધા નાગરિકોને સમાનતા અને આદરપાત્ર વર્તણૂક આપે છે, જેને લઈ બધાને એકસમાન તકો મળે છે. તેની ડાઈવર્સિટી, ઈક્વિટી અને ઈન્ક્લુઝન કટિબદ્ધતાના ભાગરૂપે મેક્કેઈન વિશાળ, વ્યાપક, નક્કર ડીઈઆઈ એજન્ડા પર પ્રદાન કરે, પોતીકું લાગે અને માનસિક રીતે સુરક્ષિત લાગે તેવી કેળવણી કરે છે અને લોકોને ન્યાયી વર્તણૂક આપે છે.
ગ્રેટ પ્લેસ ટુ વર્ક® એ કાર્યસ્થળે ઉચ્ચ ભરોસો, ઉચ્ચ કામગીરી સંસ્કૃતિને નિર્માણ, સક્ષમ રાખવા અને સન્માન કરવા માટે વૈશ્વિક સત્તા છે. લગભગ 30 વર્ષથી સંસ્થા ઉત્તમ કાર્યસ્થળની વિશિષ્ટતાઓ પર અવ્વલ સંશોધન હાથ ધરી રહી છે. દર વર્ષે સંસ્થા ગ્રેટ વર્કપ્લેસ સંસ્કૃતિનું સન્માન કરવા માટે 10,000થી વધુ સંસ્થાઓ સાથે ભાગીદારી કરે છે.
વધુ માહિતી માટે કૃપા કરી વિઝિટ કરો https://www.mccainindia.com/. ટ્વિટર પર મેક્કેઈનને ફોલો કરો @McCainFoodsInd અને ઈન્સ્ટાગ્રામ @mccainfoods_india અને ફેસબુક પર અમને લાઈક કરો McCain Foods India.