યુનિફોર્મ સિવિલ કોડ પર ચાલી રહેલા રાજકારણ વચ્ચે માયાવતીનું મોટું નિવેદન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હાલમાં સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી પૂરા જોર સાથે દેશમાં UCC લાવવાની વાત કરી રહી છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહી છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે તેમની પાર્ટી આ કાયદાનો વિરોધ કરતી નથી. ઉત્તર પ્રદેશના પૂર્વ ઝ્રસ્ અને બસપાના વડા માયાવતીએ આ નિવેદન સાથે UCCને સમર્થન આપ્યું છે.

જો કે આ સાથે તેમણે ભાજપને કેટલીક સલાહ પણ આપી છે. માયાવતીએ કહ્યું છે કે અમારો પક્ષ યુસીસીનો વિરોધ નથી કરતો, પરંતુ કેન્દ્ર સરકારે વિચારવું જોઈએ કે આપણો દેશ સર્વધર્મ સમભાવનો છે, તેથી અહીં બધાને સાથે લઈને ચાલવું પડશે. તેમનું કહેવું છે કે યુસીસી સાથે દેશ એક થશે પરંતુ તેનો અમલ જબરદસ્તીથી નહીં પરંતુ દરેકની સહમતિથી થવો જોઈએ. આ મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નથી. માયાવતીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે વિપક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી રહી છે કે UCC માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકોને પણ નુકસાન પહોંચાડશે. શીખ ધર્મના લોકોએ પણ તેનો વિરોધ કર્યો છે.

વિપક્ષ તરફથી પૂછવામાં આવ્યું હતું કે જો UCC લાગુ કરવામાં આવશે તો આદિવાસીઓ અને દલિતોનું શું થશે? દલિતોની રાજનીતિના આધારે યુસીસીને લઈને માયાવતીએ આપેલા નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજી તરફ કોંગ્રેસ પણ UCCને લઈને પોતાના સ્ટેન્ડ પર અડગ છે. તેમનું કહેવું છે કે આ સ્થિતિમાં તેનો અમલ કરવો કોઈપણ રીતે ઇચ્છનીય નથી. જો સરકાર દ્વારા આ મુદ્દે કોઈ ડ્રાફ્ટ, બિલ કે રિપોર્ટ લાવવામાં આવશે તો તે તેના પર નિવેદન આપશે. શનિવારે કોંગ્રેસના નેતૃત્વ દ્વારા બોલાવવામાં આવેલી સંસદીય વ્યૂહરચના જૂથની મહત્વપૂર્ણ બેઠક પછી, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે કોંગ્રેસે ગયા મહિને ૧૫ જૂનના રોજ યુસીસી પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું અને યુનિફોર્મ સિવિલ પર કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને તેમાં કોઈ ફેરફાર થયો નથી

Share This Article