ભારતીય દર્શક સૌથી મોટા વિ.એફ.એક્સ કાર્યક્રમના સાક્ષી બનવા જઇ રહ્યા છે.સ્ટાર ભારત એક નવો જ શો લઇને આવી રહ્યો છે જેનું નામ છે માયાવી મલિંગ જેના માધ્યમથી દર્શકોને એક અદભૂત કલ્પનાની દુનિયામાં લઇ જશે.
આ શો એક અદભૂત રાજ્ય અને તેની ત્રણ રાજકુમારીઓની વાર્તા પર આધારિત છે.ત્રણ રાજકુમારીઓના નામ પ્રણાલી, એશ્વર્યા અને ગરિમા હશે જે પોતાના રાજ્યને દુષ્ટ શક્તિઓથી બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળશે.
સ્ટાર ભારતની બ્રાંડ ફિલોસોફી ‘ભૂલાવી દે ડર, કંઇક અલગકર’ ને અનૂરૂપ માયાવી મલિંગ એક પ્રયાસ છે. જે દર્શાવે છે કે ધૈર્ય, સાહસ અને સંકલ્પ એ બૂરાઇ સામે લડવાના સૌથી મોટા હથિયાર છે.
શોમાં નેહા સોલંકી, વાણી સૂદ અને ગ્રેસી ગોસ્વામી ત્રણે રાજકુમારીઓનું પાત્ર ભજવશે. આ સિવાય અભિનેતા હર્ષદ અરોડા અને શક્તિ આનંદ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. માયાવી મલિંગના અભૂતપૂર્વ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ દર્શકોને હિપ્નોટાઇઝ કરી લેશે. જેના માટે આંતરરાષ્ટ્રીય વિ.એફ.એક્સ કંપની પ્રાણા સ્ટુડિયો અને પેનિંસુલા પિક્ચર્સ સાથે હાથ મિલાવ્યો છે.