કેન્દ્રમાં કોની સરકાર બનશે તે બાબત નક્કી કરવામાં સૌથી મોટી ભૂમિકા અદા કરનાર ઉત્તરપ્રદેશ પર આ વખતે પણ સમગ્ર દેશની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લી લોકસભાની ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જારદાર સપાટો બોલાવ્યો હતો અને મોટા ભાગની સીટ જીતી ઇતિહાસ સર્જયો હતો. મોદી લહેર વચ્ચે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટીનો સફાયો થયો હતો. હવે જ્યારે પાંચ વર્ષના ગાળા બાદ ફરી એકવાર લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે આ વખતે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી જે હમેંશાથી એકબીજાના દુશ્મન રહ્યા છે તે એક સાથે આવી ગયા છે. આવી સ્થિતમાં આ વખતે ચિત્ર શુ રહેશે તેની ગણતરી ચાલી રહી છે. ઉત્તરપ્રદેશમાં આ વખતે ભાજપ ગઠબંધન અને સમાજવાદી પાર્ટી તેમજ બસપા વચ્ચે સીધી લડાઇ છે. ઉત્તરપ્રદેશમાં હાલમાં કેટલાક મુદ્દાને લઇને રાજકીય પક્ષો મેદાનમાં આવી ચુક્યા છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ફરી એકવાર હવે ધ્રુવીકરણ મુખ્ય મુદ્દો બનવા જઇ રહ્યો છે. માયાવતીએ મુસ્લિમોની તરફેણમાં નિવેદન કરીને ભારતીય જનતા પાર્ટીને બેઠા બેઠા જ એક મોટો મુદ્દો આપી દીધો છે.
છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં જાટ અને દલિત મતદારો વચ્ચે ભાજપનુ નેટવર્ક ઘટી રહ્યુ હતુ. વર્ષ ૨૦૧૩ના મુજફ્ફરનગર રમખાણો બાદ વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૭ વચ્ચે જે ધાર્મિક ધ્રુવીકરણની સ્થિતી સર્જાઇ હતી તે આ વખતે દેખાઇ રહી ન હતી. ભારતીય જનતા પાર્ટી સામે પડકારો ઉભા થયેલા હતા. આવી સ્થિતામાં માયાવતીએ નિવેદન કરીને ફરી એકવાર સમસ્યા ઉભી કરી દીધી છે. આના કારણે ભારતીય જનતા પાર્ટી લાભ લેવાના પ્રયાસ કરી શકે છે. માયાવતીના નિવેદનથી ભાજપે ફરી એકવાર ધાર્મિક ધ્રુવીકરણની તક મળી ગઇ છે. ભારતીય જનતા પાર્ટીએ તરત જ આ મુદ્દા પર કામ શરૂ કરી દીધુ છે. જેને હવે આગામી દિવસોમાં જારદાર રીતે ચગાવવામાં આવે તેવી શક્યતા છે.
આ મુદ્દાને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઉઠાવી ચુક્યા છે. યોગીએ કહ્યુ છે કે કેટલાક પક્ષો મુસ્લિમ મત વિભાજિત ન થાય તેવી વાત કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટી અને બસપના ચહેરાને લોકો જાઇ ચુક્યા છે. માયાવતીના નવેસરના નિવેદનના કારણે રાજ્યમાં જારદાર ચર્ચા છેડાઇ ગઇ છે. હવે ૨૩મી મેના દિવસે જ જાણી શકાશે કે દેવબંદની ધરતી પરથી માયાવતીએ જે અપીલ મુસ્લિમોને કરી હતી તેનાથી તેને ફાયદો થાય છે કે પછી નુકસાન. માયાવતી, અખિલેશ અને ચૌધરી અજિત સિંહે આખરે દેવબંદની પસંદગી કેમ કરી તેને લઇને ચર્ચા છે. સંયુક્ત રેલી માટે અન્ય સ્થળોની પસંદગી થઇ શકી હોત. દેવબંદની પસંદગી કરવા માટે માયાવતીની રણનિતી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે દેવબંદ સહારનપુરના એક હિસ્સા તરીકે છે. જ્યાંની વસ્તી એક લાખ છે. દેવબંદને ઇસ્લામના બૌદ્ધિક મઠ તરીકે સમજી શકાય છે. અહીં વર્ષ ૧૮૫૭ની ક્રાતિ બાદ ૧૮૬૬માં મૌના મોહમ્મદ કાસિમે દારુલ ઉલુમની રચના કરી હતી. દારુલ’ ઉલુમનો અર્થ જ્ઞાન સ્થાન થાય છે.
જ્ઞાનના આ સ્થાન ખાતે ઇસ્લામનુ જ્ઞાન આપવામાં આવે છે. ઇસ્લામિક યુનિવર્સિટી દારુલ ઉલુમમાંથી ઇસ્લામનુ શિક્ષણ હાંસલ કરીને આગળ વધનાર લોકોની સંખ્યા ખુબ મોટી છે. દુર દુર સુધી વસ્તી ફેલાયેલી છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, મલેશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં દેવબંદની અસર રહે છે. દેવબંદની પસંદગી કેમ કરવામાં આવી તે આ તમામ બાબતોથી સમજી શકાય છે. મહાગઠબંધનની રેલીનો ઉદ્ધેશ્ય એ હતો કે તેઓ માહિતી આપવા માંગતા હતા કે મુસ્લિમ સમુદાયના સૌથી મોટા હિતૈષી તરીકે અન્ય કોઇ નહીં બલ્કે ગઠબંધન છે. ગઠબંધનના લોકો માયાવતી, અખિલેશ અને અન્યોને લાગે છે કે દેવબંદથી નિકળેલ અવા મુસ્લિમના દિલોને સ્પર્શ કરીને જશે અને તેમને ફાયદો થશે. આ કારણસર દેવબંદની જમીનથી ઉભા થઇને માયાવતીએ ખુલ્લી અપીલ મુસ્લિંમોને કરી હતી. માયાવતીએ કહ્યુ હતુ કે મુસ્લિમોને તેમના મત બગાડી દેવા જાઇએ નહીં. જેથી કોંગ્રેસને બદલે બસપ, સપાને મત આપવાની અપીલ માયાવતીએ કહી હતી. માયાવતી ઇચ્છતા તો ધર્મિનરપેક્ષતા મતદારના શબ્દનો ઉપયોગ કરી શક્યા હોત. માયાવતીએ જાણી જાઇને વાત કરી હતી. કારણ કે માયાવતી પોતે ચૂંટણી મેદાનમાં નથી. જેથી તેમની સામે કાર્યવાહી કરાશે તો પણ તેમની કોઇ સીટ પર નુકસાન થનાર નથી. માયાવતીએ વિચારીને આ અપીલ કરી હતી. જા કે ભાજપની પાસે મુદ્દાને ચગાવવાની તક છે.