અમદાવાદ : યુપી નેતાઓ સાથે લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરતા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ મોટું નિવેદન આપ્યું છે. માયાવતીએ કહ્યું કે, ગઠબંધનથી ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ મળ્યા નથી. જેથી હવે ગઠબંધનની સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષામાં માયાવતીએ મહત્વનો નિર્ણય લેતા કહ્યું કે, વિધાનસભા ઉપચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ પહેલા બસપા કોઈ પણ પેટાચૂંટણી લડી ન હતી. બસપાએ તેની છેલ્લી પેટાચૂંટણી ૨૦૧૦માં લડી હતી. દિલ્હીમાં સાંસદો, કોઓર્ડિનેટરો, જિલ્લા અધ્યક્ષો સાથે સમીક્ષા દરમિયાન માયાવતીએ કહ્યું કે, સપા સાથે ગઠબંધનથી કોઈ ફાયદો ન થયો. શિવપાલ યાદવે યાદવોના વોટને ભાજપમાં ટ્રાન્સફર કરી દીધા સપા તેને રોકી ન શકી.
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવાતીએ સોમવારે દિલ્હીમાં ચૂંટણીમાં થયેલી હારની સમીક્ષા શરૂ કરી છે. ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં મ્જીઁને સંતોષજનક બેઠકો ન મળવા અને ઘણા રાજ્યોમાં મળેલી હાર અંગે માયાવતીએ પાર્ટી કાર્યકર્તાઓની અખિલ ભારતીય સ્તરે મિટિંગ બોલાવી છે. બેઠકમાં પાર્ટી સ્તર પર ફેરફારો કરી શકાય છે. સૂત્રો કહ્યાં પ્રમાણે, બેઠકમાં માયાવતીએ કહ્યું – સપા સાથે ગઠબંધન સમજી વિચારીને કર્યું હતું. અમે અમારા નફા-નુકસાનને જાણતા હતા, પરંતુ આ ગઠબંધથી કોઈ ફાયદો થયો ન હતો. યાદવ વોટ બસપાને ટ્રાન્સફર નથી થયા. વોટ મળતા તો યાદવ પરિવારના લોકો હારતા નહીં. સપાના લોકોએ ગઠબંધન વિરુદ્ધ કામ કર્યુ છે. મુસલમાનોએ અમારો પુરેપુરો સાથ આપ્યો છે.
સૂત્રો પ્રમાણે, ઉત્તરપ્રદેશની ૧૧ વિધાનસભા બેઠકો પર થનારી પેટાચૂંટણીમાં બસપા એકલા હાથે ચૂંટણી લડી રહી છે.બેઠક પહેલા ઉત્તરપ્રદેશના શ્રીવાસ્તીથી નવાનિમણૂક થયેલા બસપા સાંસદ રામ શિરોમણિ વર્માએ ઈવીએમમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, મોટા પ્રમાણમાં ગોટાળો થયો છે. અમે લોકો પહેલાથી જ કહી રહ્યા છીએ કે બેલેટ પેપરથી જ ચૂંટણી કરવી જોઇએ. જેન ન તો ચૂંટણી પંચે માન્ય ગણ્યું ન તો સરકારે માન્ય ગણી.