મુંબઇ : બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ દબંગ-૩ માટે શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મને વધુને વધુ મશાલેદાર બનાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. હવે એવુ જાણવા મળી રહ્યુ છે કે ફિલ્મમાં સેક્સ બોમ્બ સની લિયોનના બદલામાં ખુબસુરત મૌની રોયને આઇટમ સોંગ માટે લેવામાં આવી છે. શુટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ આઇટમ સોંગ કોણ કરશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. હાલમાં નર્મદા કિનારે થઇ રહેલા શુટિંગના સંબંધમાં વિગત સપાટી પર આવી છે.
ફોટાઓ ઉપરાંત ફિલ્મના સોંગ હુડ હુડ દબંગના વિડિયો જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જાવા મળી રહી છે. હવે નવી માહિતી સપાટી પર આવી છે. એમ માનવામાં આવે છે કે ફિલ્મમાં એક આઇટમ સોંગ રાખવામાં આવ્યુ છે. સોંગ માટે પહેલા સની લિયોનની પસંદગી કરવા વાત ચાલી રહી હતી. જા કે હવે તેની જગ્યાએ મૌની રોયની પસંદગી કરવામાં આવી છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ફિલ્મના નિર્દેશક પ્રભુ દેવા અને અરબાજ ખાન આ ગીત માટે સની લિયોનને લેવા માટે ઉત્સુક હતા. જા કે સલમાન ખાનના કહેવાથી ફિલ્મમાં આઇટમ સોંગ માટે હવે મૌની રોયની પસંદગી કરવામાં આવી છે. આ સોંગમાં સલમાન ખાન પોતે પણ નજરે પડનાર છે. પ્રથમ દબંગમાં મલાઇકા અરોરા ખાને આઇટમ સોંગ કરીને ભારે ધુમ મચાવી હતી.
દબંગ-૨ ફિલ્મમાં કરીના કપુર આઇટમ સોંગમાં દેખાઇ હતી. હવે દબંગ-૩માં મૌની રોય આઇટમ સોંગ કરનાર છે. મૌની રોય પ્રથમ વખત આઇટમ સોંગ કરી રહી નથી. તે પહેલા પણ કેજીએફમાં ગલી ગલી આઇટમ સોંગ કરી ચુકી છે. મૌની રોય બોલિવુડમાં એક કુશળ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. ટીવી સીરિયલમાં કામ કર્યા બાદ મૌની રોય અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશી હતી. હવે તેની પાસે કેટલીક ફિલ્મો રહેલી છે.