મૌની રોય ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  મૌની રોય  ગોલ્ડ ફિલ્મમાં સફળતા મેળવી લીધા બાદ હવે બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. તે કેરિયર બનાવવા માટે તૈયાર છે. ગોલ્ડ ફિલ્મ તેની બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવી ચુકી  છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તેની ભૂમિકાની પણ પ્રશંસા થઇ રહી છે. તે હવે રણબીર અને જહોન અબ્રાહમ સાથે કામ કરવા જઇ રહી છે. એક ફિલ્મ તે રાજકુમાર રાવ સાથે પણ કરી રહી છે.   મૌની રોયને બીજી કેટલીક ફિલ્મો પણ હાથ લાગી છે. તે બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. ગોલ્ડ ફિલ્મ હોકી ખેલાડી બલબીરસિંહના જીવન પર આધારિત ફિલ્મ રહી છે.

આ ફિલ્મને હાલમાં ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાની પ્રોડ્યુસ  કરી રજૂ કરી ચુક્યા છે.  ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કૃણાલ કપુર, અમિત સાઘ અને ટેલિવીઝનની લોકપ્રિય અભિનેત્રી મોની રોય નજરે પડી હતી.   ગોલ્ડ પહેલા અક્ષયની કેટલીક ફિલ્મોને સરેરાશ સફળતા મળી હતી. અક્ષય કુમાર  હાલના વર્ષોમાં જાલી એલએલબી અને રૂસ્તમ ફિલ્મમાં નજરે પડ્યો હતો. ટોઇલેટ એક પ્રેમ કથા પણ તેની સારી રહી હતી. બન્ને ફિલ્મોમાં ચાહકોએ તેની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

હજુ તેની પાસે મોટા બજેટની કેટલીક ફિલ્મો રહેલી છે. અક્ષય કુમારે પોતાની કેરિયરમાં મોટા ભાગે એક્શન અન કોમેડી ફિલ્મમાં ભૂમિકા અદા કરી છે. અક્ષય કુમારની સાથે સાથે મૌની રોય વદુ સફળતા મેળવી લેવા માટે આશાવાદી છે. ટીવી સિરિયલ ક્યો કિ સાંસ ભી કભી બહુથી મારફતે મૌનીએ કેરિયરની શરૂઆત કરી હતી. તે નાગિન સિરિયલમાં પણ ભારે લોકપ્રિયતા મેળવી ગઇ હતી. હવે તેની પાસે કેટલીક નવી ફિલ્મોની ઓફર છે. તે ટીવી સિરિયલમાં પણ કામ કરવા ઇચ્છુક છે.

Share This Article