રણબીરની ફિલ્મમાં તે વિલન તરીકે છે : મૌની રોયનો દાવો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  ઇન્ડસ્ટ્રીઝમાં મજબુતી સાથે આગળ વધી રહેલી હોટ સ્ટાર મૌની રોયે કહ્યુ છે કે રણબીર કપુરની ફિલ્મ બ્રહ્યાસ્ત્રમાં તે એકમાત્ર વિલન તરીકે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ વિલન તરીકેના રોલમાં હોવાના હેવાલને મૌની રોયે રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે કે બિગ બોસની સાથે કામ કર્યા બાદ તેનુ એક સપનુ પૂર્ણ થઇ રહ્યુ છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનુ દરેક સ્ટારનુ સપનુ હોય છે. તેનુ પણ સપનુ હતુ. જે હવે પૂર્ણ થઇ રહ્યુ છે. મૌની રોયે કહ્યુ છે કે તે ફિલ્મમાં વિલન તરીકેના રોલમાં ચાહકોને દેખાશે. તે ફિલ્મ અંગે વધારે વાત કરવાની સ્થિતીમાં નથી પરંતુ તે વિલન તરીકે છે.

ફિલ્મનુ નિર્દેશન અયાન મુખરજી કરી રહ્યા છે. રણબીર સાથેની ફિલ્મ ઉપરાંત તે એક અન્ય ફિલ્મમાં જહોન અબ્રાહમની સાથે પણ કામ કરવા જઇ રહી છે. આ થ્રીલર ફિલ્મનુ નામ રોમિયો અકબર વોલ્ટર રાખવામાં આવ્યુ છે. ટીવી પર પોતાના કો સ્ટાર રહેલા મોહિત રૈનાની સાથે પોતાના સંબંધના સંબંધમાં વાત કરતા મૌની કહે છે કે તે છેલ્લા ઘણા સમયથી સિંગલ છે. મૌહિત સાથે તેની હવે મિત્રતા પણ નથી. તે ફિલ્મી કેરિયર પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. કોઇ સંબંધમાં હાલમાં પડવા માંગતી નથી. તેની પાસે જે ફિલ્મ છે તેમાં પોતાના રોલને ન્યાય આપવા માટે આશાવાદી બનેલી છે.

મૌની કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલમાં કામ કરી ચુકી છે. જેમાં નાગિનનો સમાવેશ થાય છે. જેમાં સાંસ ભી કભી બહુ થી, દેવો કે દેવ મહાદેવનો સમાવેશ થાય છે. રણબીર સાથે ફિલ્મને લઇને મૌની આશાવાદી બનેલી છે. મૌનીના ચાહકો પણ સતત વધી રહ્યા છે. મૌની રોયે પોતાના બોલિવુડ કેરિયરની શરઆત ટોપ સ્ટાર અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ મારફતે કરી હતી. ઓ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા હાંસલ કરી ચુકી છે. તેની પાસે નવા નવા સ્ટાર સાથે કેટલીક ફિલ્મો આવી રહી છે. મોટા બજેટની ફિલ્મો પણ તેની પાસે છે.

Share This Article