મુંબઇ : બી ટાઉનની ખુબસુરત અને હોટ હસીનાઓમાં સ્થાન ધરાવતી મૌની રોય દિન પ્રતિદિન વધુને વધુ લોકપ્રિયતા મેળવી રહી છે. સોશિયલ મિડિયામાં તે સતત ચર્ચામાં છે. મૌની રોયે હવે ફરી એકવાર સેક્સી ફોટા પોસ્ટ કર્યા છે. જે ગરમીમાં પણ તાપમાન વધારે છે. ચાહકો આ ફોટાને જાઇને ક્રેઝી થઇ રહ્યા છે. મૌનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેયર કર્યા છે. જેમાં તે સ્લીવલેસ બ્લેક ટોપ પહેરલી નજરે પડે છે. જેની બેકલેસ સેક્સી ડિઝાઇન તેને વધારે હોટ બનાવે છે. આ ટોપને મૌની દ્વારા ડેનિમ જીન્સની સાથે મેચ કરીને વધારે ચર્ચા જગાવી છે.
ફોટોમાં મૌનીના સેક્સી લુકની ચારેબાજુ ચર્ચા છે. સેક્સી સ્ટારે ફોટો શેયર કરવાની સાથે સાથે ખાસ કેપ્શન પણ લખ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો મૌની રોય ટુક સમયમાં જ રણબીર કપુર અને આલિયા ભટ્ટની સાથે ફિલ્મમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ ખાસ રોલમાં નજરે પડનાર છે. આ ઉપરાંત પણ મૌની રોયની પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. મૌની રોય પોતાની એક્ટિંગ કુશળતાના કારણે દિન પ્રતિદિન લોકપ્રિયતા મેળવી રહી છે.
મૌની રોયે ટીવી સિરિયલમાં કામ કર્યા બાદ અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ મારફતે બોલિવુડમાં ધડાકા સાથે એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેની પાસે સતત સારી ફિલ્મો આવી રહી છે. તે દબંગ-૩ ફિલ્મમાં આઇટમ સોંગ પણ કરવા જઇ રહી છે. એવા હેવાલ પણ મળ્યા છે કે મૌની રોય આગામી દિવસોમાં વધુ કેટલાક સારા પ્રોજેક્ટ મેળવી શકે છે. નાગિન જેવી ટીવી સિરિયલ મારફતે મૌની રોયે ટીવીની દુનિયામાં પણ ભારે લોકપ્રિયતા હાંસલ કરી લીધી હતી. જા કે હવે તે માત્ર ફિલ્મો પર ધ્યાન આપી રહી છે. સોશિયલ મિડિયા પર તે ચર્ચામાં છે.