મુંબઇ : બોલિવુડની આશાસ્પદ સ્ટાર મૌની રોય હાલમાં દિન પ્રતિદિન ભારે લોકપ્રિયતા મેળવી રહી છે. મૌની રોયે જ્યારથી બોલિવુડમાં એન્ટ્રી કરી છે તે જુદા જુદા કારણોસર સતત ચર્ચામાં રહે છે. તેની પાસે સારી સારી ફિલ્મો પણ આવી રહી છે.હવે ભારત ફિલ્મના પ્રિમિયર પર પહોંચેલી મૌની રોય પોતાના લુકના કારણે ટ્રોલ થઇ ગઇ હતી. જ્યારે પણ મૌની રોય કોઇ ઇવેન્ટમાં પહોંચે છે ત્યારે તે કોઇને કોઇ કારણસર ચર્ચામાં આવી જાય છે. તે સોશિયલ મિડિયામાં પણ ચર્ચામાં રહે છે.
હાલમાં સલમાન ખાન, કેટરીના કેફની ફિલ્મ ભારતના પ્રિમિયર પર તે પહોંચી હતી. જે દરમિયાન પોતાના લુકને લઇને ટ્રોલ થઇ ગઇ હતી. શોર્ટ બ્લેક ડ્રેસ અને બ્લેક શુઝની સાથે મૌની રોય પહોંચી હતી. કેટલાક લોકોએ કહ્યુ છે કે મૌની રોયે પોતાને સ્પોટ્રી દેખાવવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ તે ખરાબ રીતે નજરે પડી હતી. જા કે ચાહકો નારાજ દેખાયા હતા. લોકો મૌની રોયને પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે ટ્રોલ કરવા લાગી ગયા છે. કેટલાક લોકોએ તો અહીં સુધી કહી દીધુ છે કે તે રાખી સાવંતની જેમ લાગી રહી છે.
મૌની રોયના મેક અપને લઇને પણ ચાહકો નિરાશ દેખાય હતા. આ પહેલા પણ એક રિપોર્ટરે મૌની રોયના મેક અપ માટે ટિપ્પણી કરી હતી. જેના કારણે તે ભારે લાલઘુમ થઇ ગઇ હતી. એ વખતે મૌની રોયે કહ્યુ છે કે ચાહકોની ટિપ્પણી માટે તેઓ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જાઇ શકે છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો મૌની રોય હાલમાં કેટલીક ફિલ્મમાં છે. જેમાં રાજકુમાર રાવની સાથે એક ફિલ્મ છે. આ ઉપરાંત રણબીર કપુર અને આલિયા ભટ્ટ અભિનિત ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે. બોલે ચુડિયા ફિલ્મમાંથી તે હાલમાં કેટલાક કારણસર નિકળી ચુકી છે. છતાં તે આશાવાદી છે.