મુંબઇ : અભિનેત્રી મૌની રોયને તેના ગુસ્સાવાળા સ્વભાવના કારણે ઓળખવામાં આવે છે. તે દરેક જગ્યાએ કોઇને કોઇની સાથે લડાઇ ઝગડા કરતી રહે છે. હાલમાં આકાશ અંબાણીના લગ્નમાં પણ એક પરફોર્મ દરમિયાન મૌની રોયે ભારે હોબાળો મચાવ્યો હતો. સાથે સાથે જેટ એરવેઝની ફ્લાઇટમાં યાત્રા દરમિયાન પણ મૌની રોયે સ્ટાફની સાથે ખરાબ વર્તન કર્યુ હતુ. હવે ફિલ્મ બોલે ચુડિયાની ટીમ સાથે પણ મૌની રોયે ખરાબ વર્તન કર્યુ છે. જેના કારણે આખરે તેને ફિલ્મમાંથી દુર કરી દેવામાં આવી છે. આ ફિલ્મમાં તે અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી સાથે કામ કરી રહી હતી. હવે તેને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી છે. તે ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી હતી. મળેલી માહિતી મુજબ ફિલ્મ નિર્માતા તેના વર્તનના કારણે ભારે નારાજ હતા.
નિર્માતાનુ કહેવુ છે કે જે વિચારણા કરીને મૌનીને લેવામાં આવી હતી તેવી ભૂમિકા અદા કરી ન હતી. બીજી બાજુ મૌની રોયે કહ્યુ છે કે તેને ફિલ્મની પટકથા પસંદ પડી ન હતી. જેથી નિકળી ગઇ છે. જા કે ફિલ્મ સાઇન કર્યા બાદ એક ઇન્ટરવ્યુમાં મૌની રોયે કહ્યુ હતુ કે નવાજુદ્દીન તેના માટે એક ભગવાન સમાન છે. સાથે સાથે ફિલ્મની પટકથા પણ ખુબ પસંદ પડી હતી. બોલે ચુડિયાના નિર્માતાનુ કહેવુ છે કે તેઓએ મૌની રોયને સમાચારમાં લાવવા માટે ખુબ પૈસા ખર્ચ કર્યા હતા. પરંતુ એક વખતે ચર્ચામાં આવ્યા બાદ મૌની અને તેની ટીમ પોતાની ઇચ્છાથી આગળ વધવા માટે ઇચ્છુક હતી. નિર્માતા રાજેશ ભાટિયાએ કહ્યુ છે કે મૌની રોય સાથે કોઇ પણ પ્રકારનુ ખરાબ વર્તન કરવામાં આવ્યુ નથી. મૌની દરેક વખત શિસ્ત પાળી રહી ન હતી. મૌની રોયનુ વર્તન ખરાબ રહ્યુ હતુ. તે રજા ગાળવામાં વ્યસ્ત હતી. મૌની રોયે એક બે વખત જ પટકથા વાંચવા સાથે સંબંધિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
તેમણે કહ્યુ છે કે એક મોટી રકમ ફિલ્મ પર ખર્ચ કરવામાં આવી રહી છે જેથી તમામ કામ સારી રીતે અમે કરવા માટે ઇચ્છુક છીએ. મૌની આ પ્રકારે રસ દર્શાવી રહી ન હતી. મૌની રોયને ફિલ્મની રકમ પહેલાથી જ આપી દીધી હતી. પટકથા વેળા મૌની રૌયે હમેંશા તમામ લોકોને હેરાન કર્યા હતા. ફિલ્મમાં મૌની સૌથી મુખ્ય રોલમાં હતી. ફિલ્મ મહિલા પ્રઘાન છે. જેમાં અભિનેત્રી પર પાંચ ગીત રાખવામાં આવનાર છે. જેથી આટલા મોટા રોલવાળી ફિલ્મમાં ભૂમિકાને લઇને ફરિયાદ કરવાની બાબત યોગ્ય નથી. ફિલ્મ નિર્માતા અને અન્ય સંબંધિત લોકોનુ કહેવુ છે કે ફિલ્મમાંથી મૌનીને હવે બહાર કરી દેવામાં આવી છે.
કારણ કે અમે એક નિર્ધાિરત સમયમાં ફિલ્મને પૂર્ણ કરવા માટે ઇચ્છુક છીએ. જેથી કોઇ ગેરશિસ્તને ચલાવવા માટે તૈયાર નથી. ફિલ્મનુ શુટિંગ નિર્ધાિરત સમય મુજબ શરૂ કરવાની જાહેરાત નિર્માતા રાજેશ ભાટિયા દ્વારા કરવામાં આવી છે. મૌની રોયને સમજાવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. જા કે હજુ સુધી માહિતી મળી શકી નથી. મૌની રોયે પોતાની કેરિયરમાં હજુ સુધી ખુબ નાની નાની ભૂમિકા જ અદા કરી છે. જેથી ચર્ચામાં રહેવા માટે મૌની રોય માત્ર બચાવ કરી રહી છે. બોલે ચુડિયા એક નિર્દેશક તરીકે શમ્સ સિદ્દીકીની આ પ્રથમ ફિલ્મછે. આનુ નિર્માણ વુડપેકર મુવીસના બેનર હેઠળ નિર્માણ રાજેશ ભાટિયા અને કિરણ ભાટિયા કરી રહ્યા છે. ફિલ્મનુ શુટિંગ જુનના અંતથી શરૂ કરી દેવામા ંઆવનાર છે. ફિલ્મને સમયસર પૂર્ણ કરવાની ગણતરી પણ કરી લેવામાં આવી છે.