ચાહકોની વચ્ચે મૌની રાયની હાલત કફોડી બની : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: તાજેતરના સમયમાં અક્ષય કુમારની સાથે ગોલ્ડ ફિલ્મમાં કામ કર્યા બાદ અને આ ફિલ્મને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળ્યા બાદ મૌની રોય  સ્ટાર અભિનેત્રી બની ગઇ છે. તેની પાસે નવી નવી ફિલ્મોની ઓફર સતત આવી રહી છે. બીજી બાજુ મૌની રોય ચાહકોની વચ્ચે પણ લોકપ્રિય થઇ છે. તાજેતરમાં મંની રોય ચાહકોની વચ્ચે ફસાઇ જતા કફોડી હાલતમાં મુકાઇ ગઇ છે. ગોલ્ડની સફળતા બાદ તે હવે એકલી સ્વતંત્ર રીતે બહાર નિકળી શકતી નથી. મૌની રોય કઇ રીતે ફસાઇ ગઇ તેને લઇને હવે વિડિયો સપાટી પર આવ્યો છે. જેમાં તે પોતાને મુશ્કેલીમાં અનુભવ કરી રહી છે. હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

જેમાં જાઇ શકાય છે કે મૌની ભીડમાંથી નિકળીને પોતાની કાર સુધી પહોંચી જવા માટેના તમામ પ્રયાસ કરી રહી છે. જા કે તે પોતાની કાર સુધી પહોંચી જવામાં સફળ સાબિત થઇ રહી નથી. લોકો  મૌની રોયની સાથે પોતાની સેલ્ફી લેવા માટે કઇ રીતે પડાપડી કરી રહ્યા છે. વિડિયોમાં આ તમામ બાબતો જાઇ શકાય છે. એજ વખતે તેમની મિત્રો પૈકી એક મિત્ર આગળ આવે છે અને જેમ તેમ કરીને ડિમાન્ડ કરે છે. ભીડમાં રહેલા લોકો કાર સુધી પહોંચી ગયા બાદ પણ તેનો પીછો છોડતા નથી. કેટલીક  વખત ચાહકો બેકાબુ થઇ જાય તો મોટી સમસ્યા આવી પડે છે. મોની રૌય આ જ સ્થિતીમાં મુકાઇ ગઇ હતી.

ગોલ્ડ ફિલ્મ બાદ મૌની રોયની તો ચાંદી થઇ ગઇ છે. તેની પાસે હાલમાં ત્રણ ફિલ્મો આવી ગઇ છે. જેમા એક ફિલ્મમાં તે રણબીર અને આલિયા સાથે કામ કરી રહી છે. ઉપરાંત જહોન અબ્રાહમની સાથે રોમિયો અકબર વોલ્ટર અને મેઇડ ઇન ચાઇનાનો સમાવેશ થાય છે. મૌની રોય હાલમાં એક ઉભરતી સ્ટાર તરીકે સફળ રહી છે. તેની પાસે મોટા સ્ટાર સાથેની ફિલ્મો રહેલી છે. તે આશાવાદી પણ બનેલી છે.

Share This Article