76% ગુજરાતીઓ પોતે જ જીવનસાથી પસંદ કરવા માગે છે: અહેવાલ જાહેર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ માટેની નં.-1 મેચમેકિંગ સેવા આપતી ભારતમેટ્રીમોનીની ગુજરાતીમેટ્રીમોનીએ તેમના જીવનસાથી શોધવા અંગે ગુજરાતીઓનો એક રસપ્રદ અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલ તેના 1.5  લાખ સભ્યો પર આધારિત છે.

રજિસ્ટર્ડ યુઝર્સ અને તેમની પસંદગીઓની વસ્તીવિષયક પેટર્નનો અભ્યાસ કરતાં ડેટાએ ગુજરાતીઓ કેવી રીતે લગ્ન કરવાનું પસંદ કરે છે તેના પર રસપ્રદ તારણો જાહેર કર્યા છે. આ અહેવાલના તારણો :

  • સૌથી વધુ રજિસ્ટ્રેશન ધરાવતા ટોચના પાંચ શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરનો સમાવેશ થાય છે. ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓ માટે સૌથી વધુ રજિસ્ટ્રેશન થયા હોય તેવા ટોચના પાંચ શહેરોમાં મુંબઈ, પૂણે, બેંગ્લોર, હૈદરાબાદ અને થાણેનો સમાવેશ થાય છે.
  • યુઝર બેઝમાં 31% મહિલાઓ અને 69% પુરુષોએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે.
  • 64% મહિલાઓના રજિસ્ટ્રેશન 18થી 29 વર્ષની વય જૂથના છે જ્યારે 30% મહિલાઓ 30થી 40 વર્ષની (22% મહિલાઓ 30-35 વર્ષ) વય જૂથની છે. 71% પુરુષો 21થી 30 વર્ષની વયજૂથના છે જ્યારે 22% પુરુષો 31થી 40 વર્ષ વચ્ચેની વયજૂથના છે.
  • કુલ 16% રજિસ્ટ્રેશન એનઆરઆઈના છે, જેમાં 72% પુરુષો અને 28% મહિલાઓ છે.
  • રજિસ્ટ્રેશન કરાવેલી 62% મહિલાઓએ જાતે પ્રોફાઈલ્સ રજિસ્ટર્ડ કરી છે જ્યારે 80% પુરુષોએ જાતે જ પ્રોફાઈલ બનાવી છે.
  • વેબસાઈટ પર નોંધણી કરાવનારા પુરુષો અને મહિલાઓના વ્યવસાયમાં ટોચ પર સોફ્ટવેર પ્રોફેશનલ, મેનેજર અને એક્ઝિક્યુટિવ છે.
  • એનઆરઆઈ નોંધણી : નોંધણી કરાવનારા એનઆરઆઈઓનો વ્યવસાયનો સૌથી સામાન્ય પ્રકાર સોફ્ટવેર પ્રોફેશનલ, નોનઆઈટી એન્જિનિયર અને મેનેજર છે.
  • નોંધણી કરાવનારાઓમાંથી 64% ગુજરાતમાં રહે છે અને તેમનો સૌથી સામાન્ય વ્યવસાય વેપારી/ઉદ્યોગસાહસિક, એક્ઝિક્યુટિવ અને મેનેજર છે.

 મેટ્રીમોની.કોમના સ્થાપક અને સીઈઓ મુરુગવેલ જાનકીરામને જણાવ્યું હતું કે, ‘જીવનસાથીની પસંદગીની વાત આવે ત્યારે નં.-1 પસંદગી બની ગુજરાતીમેટ્રીમોનીએ લાખો ગુજરાતીઓનો વિશ્વાસ જીત્યો છે. પ્રત્યેક ત્રિમાસિકમાં હજારો સફળ સ્ટોરીઝ નોંધાય છે અને અમે ગુજરાતી સમાજમાં અમારો યુઝર બેઝ વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે.’

Share This Article