નવી દિલ્હી : પાકિસ્તાનમાં સ્થિત જેશે મોહમ્મદના લીડર કુખ્યાત મસુદ અઝહરના સંબંધમાં કહેવામાં આવી રહ્યુ છે કે કે તેને ગુપ્ત રીતે જેલમાંથી છોડી દેવામાં આવ્યો છે. ટોપ ઇન્ટેલિજન્સ સુત્રોના કહેવા મુજબ મસુદની હાલત ખુબ ખરાબ છે. ખરાબ આરોગ્યના કારણે મસુદ હાલના દિવસોમાં સંગઠનના કામથી દુર દેખાઇ રહ્યો છે. સંગઠનની કામગીરી તેનો ભાઇ સંભાળે છે. તેનો ભાઇ અબ્દુલ રઉફ અસગર દ્વારા ત્રાસવાદીઓની ફેક્ટરીઓ હાલમાં ચલાવવામાં આવી રહી છે.
મુસદ અઝહરને આ વર્ષે જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકારે પણ નવા યુએપીએ હેઠળ તેને ત્રાસવાદી તરીકે જાહેર કર્યો છે. સુત્રોના કહેવા મુજબ મસુદ અઝહરની કિડની ખરાબ થઇ ગઇ છે. તે મોટા ભાગે સમય પોતાના ક્વાર્ટરમાં જ ગાળે છે. પાકિસ્તાનના બહાવલપુરમાં જેશના બે ત્રાસવાદી અડ્ડાઓ રહેલા છે. જેમાં મરકજ ઉસ્માન ઓ અલી અને મરકજ સુભાન અલ્લાહનો સમાવેશ થાય છે. મસુદ અઝહર ખુબ બિમાર છે.
તે દરરોજની ગતિવિધી પર નજર રાખવાની સ્થિતીમાં દેખાઇ રહ્યો નથી. સંગઠનના દરરોજના કામને હાલમાં મુસદ અઝહરનો ભાઇ અબ્દુલ રઉફ કરે છે. મસુદ ખુબ બિમાર છે. બહાવલપુરમાં તેના ત્રાસવાદી અડ્ડાની આસપાસ મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તેની ખરાબ તબિયતની સ્થિતીને ધ્યાનમાં લઇને ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ફેબ્રુઆરીમાં જેશના ટોપ ત્રાસવાદી કેમ્પો પર ભારતીય હવાઇ દળે એર સ્ટ્રાઇક કરીને સનસનાટી મચાવી દીધી હતી. એરસ્ટ્રાઇકમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા હતા.