નવી દિલ્હી : માઓવાદીઓના એજન્ડાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી લેવામાં આવેલા આક્રમક પગલાના કારણે માઓવાદીઓની કમર તુટી ગયા છે. માઓવાદીના પ્રભાવવાળા વિસ્તારોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આગામી દિવસોમાં નક્સલવાદીઓ અને માઓવાદીગ્રસ્ત વિસ્તારોમાં આના ભાગરૂપે જોરશોરથી વિકાસ કાર્યોને આગળ વધારી દેવામાં આવનાર છે.
સાથે સાથે સરકારની યોજના છે કે આદિવાસી વિસ્તારોમાં નક્સલવાદીગ્રસ્ત ક્ષેત્રોમાં લોકો સુધી નક્સલીઓની વિકાસ વિરોધી છાપને પહોંચાડી દેવા માટેના પ્રયાસ કરવામાં આવનાર છે. આદિવાસી સમુદાયના પછાતપણાના મામલાને જારશોરથી ઉઠાવવામાં આવનાર છે. સરકાર અને સુરક્ષા સંસ્થાઓ સાથે મળીને માઓવાદી ગતિવિધી પર બ્રેક મુકવા આક્રમક રીતે કામ કરનાર છે. મિડિયા માટે તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકાને સરકારે મંજુરી આપી દીધી છે.
પોલીસ ફોર્સ આધુનિકીકરણ યોજના હેઠળ માઓવાદી ક્ષેત્રોમાં નક્સલી અને હિંસક ડાબોરી વિચારધારાને ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવનાર છે. આ તમામ અભિયાનને જન જન સુધી પહોંચાડી દેવા માટેના પ્રયાસ કરવામાં આવનાર છે. આદિવાસી બહુમતિવાળા વિસ્તારોમાં આદિવાસી લોકપ્રિય તરીકા સાથે તમામ બાબતોને લોકો સુધી પહોંચાડી દેવાના પ્રયાસ કરવામાં આવનાર છે. માઓવાદી દેશના અનેક રાજ્યોમાં સક્રિય થયેલા છે. માઓવાદીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસ પણ જારી છે.