તેલ આયાત બિલમાં ૪૨ ટકા સુધીનો નોંધાયેલો જંગી વધારો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : દેશમાં નાણાંકીય વર્ષ ૨૦૧૯ માટે તેલ આયાત બિલમાં ૪૨ ટકા સુધીનો વધારો થઇ ચુક્યો છે. આ આંકડો હજુ પણ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ અથવા તો ૨૦૧૯ દરમિયાન ભારત માટે ક્રૂડ ઓઇલ આયાત બિલ વધીને ૧૨૫ અબજ ડોલર સુધી પહોંચી શકે છે તેમાં ૩૭ અબજ ડોલરનો વધારો થઇ શકે છે. આ વધારો ૪૨ ટકાની આસપાસ રહેવાની શક્યતા છે.

વર્ષ ૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૧૮માં આ બિલ ૮૮ અબજ ડોલરની આસપાસ રહ્યું હતું. પેટ્રોલિયમ આયોજન અને નિરીક્ષણ સેલ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. આ વર્ષ માટે આગાઉનો અંદાજ ૧૦૫ અબજ ડોલર આંકવામાં આવ્યો હતો. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો અને ડોલર સામે રૂપિયામાં મંદીના પરિણામ સ્વરુપે આ વધારો થયો છે.

ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટમાં ક્રૂડની કિંમત ૭૭.૮૮ પ્રતિ બેરલ સુધી પહોંચવાના સંકેત છે. સરકારે અગાઉ આ વર્ષ માટે બેરલદીઠ ૬૫ ડોલર અને નાણાંકીય વર્ષ ૨૦૧૮ માટે ૫૬.૩૯ ડોલર મુકવામાં આવ્યો હતો. આ અંદાજ  કરતા આંકડો વધી ગયો છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલીસીસ દ્વારા પ્રાથમિક અંદાજ દરમિયાન રૂપિયા માટે એક્સચેંજ રેટનો આંકડો પ્રતિ ડોલર ૬૫નો રહ્યો છે. સોમવારના દિવસે એક્સચેંજ રેટ ડોલર સામે ૭૩.૫૨ રહ્યો હતો. રૂપિયાની દ્રષ્ટિએ આયાત બિલમાં અંદાજિત વધારો ૫.૬૬ ટ્રિલિયન રૂપિયા રહેશે. ગયા વર્ષે આ આંકડો ૮.૮૧ ટ્રિલિયન રૂપિયા રહ્યો હતો.

Share This Article