જો અમે કોઇ નવા શહેરમાં અથવા તો કોઇ ચોક્કસ વિસ્તારમાં જ્યારે પોતાનુ અથવા તો ભાડા પર મકાન લઇએ છીએ ત્યારે કેટલીક બાબતોમાં ચોક્કસપણે ધ્યાન આપીએ છીએ. બાકીની તમામ વાતોની સાથે એક વાત અમે ચોક્કસપણે જોઇએ છીએ કે આસપાસના વિસ્તારમાં કોણ રહે છે અને આસપાસના વિસ્તારમાં વાતાવરણ કેવુ છે. સુરક્ષા વ્યવસ્થા કેવી પ્રકારની રહેલી છે. કોઇ વધારે ચોરીના બનાવો તો નથી બનતા ન. સ્વાભાવિક છે કે આ બાબતને જાણવા માટે અમે અમારા મિત્રો અને ઓળખીતા લોકોને પ્રશ્ન કરીએ છીએ. પરંતુ જો તમે લંડન અથવા તો ન્યુયોર્કમાં કોઇ જગ્યાએ રહેવાનુ પસંદ કરો તો આવી માહિતી માહિતી એકત્રિત કરવા માટેની કોઇ જરૂર હોતી નથી. શહેર તો ખુબ દુરની વાત છે તમામ વિસ્તારો અને મકાનોની માહિતી ઓનલાઇન તમને મળી રહેશે. કયા વિસ્તારમાં કેવા પ્રકારના અપરાધ બને છે અને શાંતિ છે કે કેમ તે તમામ માહિતી મળી રહેશે.
કેટલા અપરાધી પકડી પાડવામાં આવે છે દરેક પ્રકારની માહિતી ટુંકમાં મળી જાય છે. જો કે આને માટે થોડીક રકમ ચુકવવાની જરૂર હોય છે. સુચનામાં શક્તિ છે આ બાબતોને અગાઉની સદીમાં લોકો જાણી ગયા હતા. પરંતુ સુચના આપવામાં પણ રોકડ રકમ મળે છે તે બાબતઅંગે માહિતી ન હતી. ગુગલ અને ફેસબુક દ્વારા આ બાબતને અમને શિખવાડી છે. પ્રાઇવેસીના ખતરાના સંબંધમાં માહિતી હોવા છતાં રાત દિવસ આ કંપનીઓને અમે પોતાની અંગત માહિતી આપતા રહીએ છીએ. આજ મફતમાં આપવામાં આવેલી માહિતી આજે દુનિયામાં કમાણીના મોટા સાધન તરીકે છે. સુચનામાં પૈસા છે તે બાબત જાણવાની બાબત એક અલગ બાબત છે અને સુચનામાંથી પૈસા લેવા તે એક જુદી બાબત છે. વસ્તીની દ્રષ્ટિએ આજે ભારત વિશ્વમાં બીજા સ્થાન પર છે. સ્વાભાવિક છે કે અમારી પાસે માહિતીનો ભંડાર છે. પરેશાની એ છે કે અમારી મફતમાં આપવામાં આવી રહેલી માહિતીથી દુનિયા પૈસા કમાવી રહી છે. લેખક અને અધિકારી અરૂણ બોથરાએ એક અગ્રણી અખબારને આ અંગેની ઉપયોગી માહિતી પુરી પાડી હતી. હવે Âસ્થતી એ છે કે એજ સુચનાને અમે પૈસા આપીને ખરીદી રહ્યા છીએ. પૈસા કમાવવાની બાબત તો દુરની છે અમે આ સુચનાનો ઉપયોગ વ્યવસ્થાને સુધારી દેવા માટે પણ કરી રહ્યા નથી. હવે અપરાધના સંબંધમાં સુચનાને જ ધ્યાનમાં લેવામાં આવે તો સમગ્ર દુનિયામાં પોલીસ પોતાના કામકાજ માટે મોટા ભાગે ડેટા પર આધાર રાખે છે.
અપરાધ અંગેની તમામ માહિતીને ખુબ સાવધાની પૂર્વક રાખવામાં આવે છે. ખાસ કરીને પોલીસ બજેટ માટેના પૈસા ક્યાં અને કઇ રીતે ખર્ચ થઇ રહ્યા છે તે બાબતને જાણવા માટેના પ્રયાસ થતા રહે છે. આ અંગે માહિતી વૈજ્ઞાનિક રીતે મુલ્યાંકન માટે ધ્યાન આપવામાં આવે છે. મુલ્યાંકનનુ આ કામ સામાન્ય રીતે બહારની એજન્સી દ્વારા કરવામાં આવે છે. શેક્ષણિક સંસ્થાઓ અને ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. પૈસા આના માટે સરકાર આપે છે. સ્વાભાવિક છે કે ડેટા જમા કરવા અને તેના મુલ્યાંકન માટે જંગી નાણાં ખર્ચ કરવામાં આવે છે. ગુગલ અને ફેબબુક જેવી કંપનીઓ આ કામ માટે જંગી રકમ ખર્ચ કરે છે. અપરાધ સંબંધિત આંકડા એકબાજુ કામકાજને સુધારી દેવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે. સાથે સાથે જંગી નફો પણ પહોંચાડે છે. આજના સમયમાં કમાણીના મોટા સાધન તરીકે પણ છે. લોકો આ આંકડા પૈસા આપીને પણ ખરીદે છે. જેમ કે કોઇ ખાસ વિસ્તારમાં મકાન માટે. ભારતમાં આ તમામ આંકડા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા એકત્રિત કરવામાં આવે છે.
દેશના દરેક પોલીસ સ્ટેશનમાંથી આંકડા એકત્રિત કરવા માટે મોટી કવાયત હાથ ધરવામાં આવે છે. બ્યુરો દર વર્ષે ક્રાઇમ ઇન ઇન્ડિયા નામથી પુસ્તક પ્રકાશિત કરે છે. આંકડા કેટલા સાચા અને વિશ્વાસનીય છે તેના પર પ્રશ્નો ઉઠતા રહે છે. પરંતુ મુળભુત બાબત એ છે કે આ માહિતીના આધાર પર કોઇ નક્કર ફાયદા થતા નથી. આજના દોરમાં જ્યારે દુનિયા ભરમાં પોલીસ ડેટાના આધારે પોતાની કામગીરીને સુધારે છે ત્યારે ભારતમાં જુદા તરીકા અકબંધ રહ્યા છે. જા કોઇ શહેરમાં પોલીસને ૫૦ નવી ગાડીઓ અને ૨૦૦ જવાનો આપવામાં આવે છે તો તે અપરાધના મુલ્યાંકનના આધાર પર નહીં બલ્કે જુના અનુભવના આધાર પર આપવામાં આવે છે. વૈજ્ઞાનિક મુલ્યાંકનના આધાર પર ફાળવણી કરવામાં આવતી નથી. આ પ્રકારની પ્રક્રિયામાં માનવીય ભુલની સંભાવના વધારે છે. દાખલા તરીકે કોઇ મહાનગરમાં પોલીસ વડા વિચારે છે કે ચાલતા પેટ્રોલિંગના કારણે અપરાધને રોકવી શકાય છે. જ્યારે કેટલાક પોલીસ વડા માને છે કે મોટરસાઇકલ પર પેટ્રોલિંગ મારફતે અપરાધને રોકી શકાય છે. કોઇ અન્ય અધિકારી એમ માને છે કે ગાડીઓમાં પેટ્રોલિંગ મારફતે અપરાધને રોકી શકાય છે. પસંદ અને અંદાજના આધાર પર નિર્ણય કરવામાં આવે છે. આવા ફેંસલાની અસર જાનમાલ પર પર પડે છે.