ચાલતી ટ્રેનોમાં મસાજની મજા પ્રવાસી માણી શકશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બની રહ્યું છે જ્યારે યાત્રીઓ માટે ચાલતી ટ્રેનમાં મસાજ સર્વિસ ઉપલબ્ધ થશે. રેલવેના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, હાલમાં માલિશની સુવિધા ઇન્દોરથી ચાલતી ૩૯ ટ્રેનોમાં ઉપલબ્ધ થશે. આ પ્રસ્તાવ વેસ્ટર્ન રેલવે ઝોન તરફથી આવ્યા બાદ આને મંજુરી અપાઈ છે. વેસ્ટર્ન રેલવે ઝોનના રતલામ ડિવિઝન તરફથી આ પ્રસ્તાવ આવ્યા બાદ તૈયારી કરી લેવામાં આવી છે.

અધિકારીઓનું કહેવું છે કે, ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત યાત્રીઓની સુવિધા માટે ચાલતી ટ્રેનમાં મસાજ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આનાથી માત્ર રેવેન્યુમાં વધારો થશે નહીં બલ્કે યાત્રીઓ પણ વધવાની શક્યતા છે. રેલવેને આનાથી ૨૦ લાખ રૂપિયાની વધારાની આવક મળશે. એવો અંદાજ છે કે, ૨૦૦૦૦ સર્વિસ પ્રોવાઈડરને ટિકિટ વેચવાથી ૯૦ લાખ રૂપિયાની કિંમતની ટિકિટોની વધારાની વેચાણની સુવિધા મળશે. રેલવે બોર્ડના મિડિયા એન્ડ કોમ્યુનિકેશનના અધિકારી રાજેશ વાજપેયીએ કહ્યું છે કે, આવું પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે આ પ્રકારનો કોઇ કોન્ટ્રાક્ટ સાઈન કરવામાં આવ્યો છે.

કિંમતની વાત કરવામાં આવે તો દર વખતે ફ્રુટ મસાજ અને હેડ મસાજ માટે ૧૦૦ રૂપિયા આપવામાં આવશે. આ સ્કીમ રેલવેની એ સ્કીમનો હિસ્સો છે જેનાથી તમામ ઝોન અને ડિવિઝનથી નવા અને ઇનોવેટિવ આઇડિયાને પોત્સાહન મળશે. ભાડા ઉપરાંત અન્ય ચીજાથી પણ રેવેન્યુમાં વધારો થાય તેનો હેતુ રાખવામાં આવ્યો છે. હાલમાં વિશેષ પ્રકારની ટ્રેનોમાં જ આ પ્રકારની સુવિધા મળશે. મોડેથી પ્રયોગ સફળ થયા બાદ તમામ અન્ય ટ્રેનોમાં પણ મસાજની સુવિધા મળી શકશે.

Share This Article