મસુદને આરજેડીના સભ્ય દ્વારા સાહેબ કહેતા વિવાદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કિસનગંજ : લોકસભા ચૂંટણીમાં નેતાઓના આડેધડ નિવેદનોનો સિલસિલો જારી રહ્યો છે. બિહારના આરજેડીના ધારાસભ્યએ જૈશે મોહમ્મદના લીડર મસુદ અઝહરને ચૂંટણી મંચથી સાહેબ તરીકે કહેતા હોબાળો થઇ ગયો છે. હેરાનીની બાબત એ છે કે, આ નિવેદન કરવામાં આવ્યું ત્યારે મંચ ઉપર આરજેડીના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ હતા. કિસનગંજમાં સભા દરમિયાન આરજેડીના ધારાસભ્ય હાઝી સુભાને એક નિવેદન કર્યું હતું.

તેમના તેમના નિવેદનને લઇને વિડિયો સપાટી ઉપર આવ્યો છે. વિડિયોમાં હાજી સુભાન કહી રહ્યા છે કે, ઇન્ટરનેશનલ આતંકવાદી જાહેર કરવા માટે મસુદ અઝહરને ચીને બચાવી લીધા છે. ચીને વીટોનો ઉપયોગ કર્યો છે. મસુદ અઝહર સાહેબને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાથી ચીને રોકી દીધા છે. ચીને વીટો લગાવ્યો છે કે, મસુદ આતંકવાદી નથી. ચીનની સામે નરેન્દ્ર મોદી એક પણ નિવેદન કરી રહ્યા નથી જ્યારે ચીન દ્વારા આતંકવાદીઓને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.

Share This Article