ઇસ્લામાબાદ : સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવામાં આવ્યા બાદ અને બાલાકોટ હુમલા બાદથી તેના મામલે કોઇ હેવાલ આવ્યા નથી. જેથી ભારે સસ્પેન્સની સ્થિતી છે. તેની તબિયતના મામલે પણ વિરોધાભાસી હેવાલો સતત આવતા રહ્યા છે. હવે પાકિસ્તાને કહ્યુ છે કે પુલવામા આત્મઘાતી હુમલાની જવાબદારી લેનાર ત્રાસવાદી સંગઠન જેશે મોહમમ્દના લીડર મસુદ અઝહર હાલમાં પાકિસ્તાનમાં છે. પાકિસ્તાને પ્રથમ વખત તે તેના ત્યાં હોવાની કબુલાત કરી છે.
સાથે સાથે એમ પણ કહ્યુ છે કે મસુદ અઝહર હાલમાં એટલો બિમાર છે કે તે પોતાના ઘરમાંથી બહાર નિકળી શકવાની સ્થિતીમાં નથી. પાકિસ્તાને હજુ પણ મસુદની સામે કાર્યવાહી કરવા માટે ભારત પાસેથી પુરાવાની માંગ કરી છે. જેથી તેની ખતરનાક હરકતના સંકેત મળે છે. ભારતે પુલવામા હુમલાના સંબંધમાં કેટલાક નક્કર પુરાવા આપી દીધા છે.પાકિસ્તાનને ભારતે ડોઝિયર સોંપી દીધો છે. જેમાં આત્મઘાતી હુમલામાં જેશની સંડોવણી અંગે પુરાવા આપવામાં આવ્યા છે.
પાકિસ્તાનને નક્કર પુરાવા આપવામાં આવ્યા હોવા છતાં પાકિસ્તાનના વિશ્વના દેશોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ જારી રહ્યા છે. આત્મઘાતી હુમલાખોર આદિલ દ્વારા હુમલા પહેલા વિડિયો જારી કર્યો હતો જેમાં તે જેશના શખ્સ હોવાની કબુલાત કરી હતી.