સુપર મોમ એમએસી મેરી કોમે આજે પોતાની યશકલગીમાં વધુ એક મોરપીચ્છું ઉમેરી લીધું હતું. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ટ્રોફી સિક્સર મેરીકોમે ઈતિહાસ રચી દીધો છે. દિલ્હીના કેડી જાદવ હોલમાં યોજાયેલી ૪૮ કિલોગ્રામ કેટેગરીની ફાઈનલ ફાઈટમાં મેરીકોમે યુક્રેનની હન્નાહ ઓકોતાને હાર આપી હતી. આની સાથે જ વર્લ્ડ રેકોર્ડ છઠ્ઠી વખત મહિલા વિશ્વકપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. આ બીજી વખત બન્યું છે જ્યારે મેરીકોમે ટ્રોફીને લઈને ફાઈનલ ફાઈટ સ્થાનિક ચાહકો વચ્ચે યોજાઈ હતી. આ અગાઉ ૨૦૦૬માં ભારતમાં જ રીંગમાં ઉતરી હતી. અહીં મેરીકોમે લાઈટ ફ્લાઈવેટ ૪૮ કિલોગ્રામમાં રોમાનિયાની સ્ટેલિકા દુતાને હાર આપીને પાંચમી વખત તાજ જીત્યો હતો.
આ જીતની સાથે જ ૩૫ વર્ષીય સ્ટાર ભારતીય બોક્સર આયર્લેન્ડની કેટી ટેલરને પાછળ છોડીને સૌથી વધુ છ વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનાર ખેલાડી બની ગઈ હતી અને પ્રથમ બોક્સર બનવાની સિદ્ધી મેળવી હતી. આ અગાઉ મેરીકોમ અને ટેલરે પાંચ પાંચ વખત ટ્રોફી જીતી હતી. એટલું જ નહીં વર્લ્ડ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં છ વખત વર્લ્ડ રેકોર્ડ સાથે જીત મેળવનારી મેરીકોમે ઉલ્લેખનિય દેખાવ કર્યો છે. છ વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેરીકોમ પહેલા પુરૂષ બોક્સરમાં ક્યુબાના ફેલીક્સ સેવોન છે. સેવોને ૧૯૯૭માં બુઢાપેસ્ટમાં આયોજિત ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતીને આ રેકોર્ડ પોતાના નામ ઉપર કરવામાં સફળતા મેળવી હતી. આજે રમાયેલી ફાઈનલ ફાઈટમાં બંને બોક્સરોની વાત કરવામાં આવે તો બંનેની વયમાં ૧૩ વર્ષના અંતરની સ્થિતિ હતી. યુક્રેનની બોક્સર હન્નાહ હજુ ૨૨ વર્ષની છે પરંતુ પોતાના શાનદાર ગેમના કારણે હંટર નામથી ઓળખ ઉભી કરી દીધી છે. યુરોપિયન યુથ ચેÂમ્પયનશીપમાં તે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. પહેલા રાઉન્ડમાં મેરીકોમ છવાયેલી રહી હતી અને રીંગમાં ઉતરતાની સાથે જ વિપક્ષી ખેલાડી ઉપર પ્રહાર કર્યા હતા. જાકે આક્રમકતાના કારણે હન્નાહની સાથે જ રીંગમાં પડી ગઈ હતી. મેરીકોમે જારદાર રમત રમી હતી. બીજી બાજુ હરીફ ખેલાડીએ પણ શાનદાર રમત રમી હતી. છેલ્લા રાઉન્ડમાં મેરીકોમ પહેલાથી વધારે આક્રમક દેખાઈ હતી. આની સાથે જ તેની જીત થઈ હતી. મેરી કમ ભારતમાં સૌથી લોકપ્રિય બોક્સર તરીકે ઉભરી છે.