એપ્રિલ ૨૦૨૦થી મારુતિ ડિઝલ કારોને દૂર કરી દેશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા પહેલી એપ્રિલ ૨૦૨૦થી તબક્કાવાર રીતે ડિઝલ કારને દૂર કરવાની તૈયારી કરી લીધી છે. આ દિવસે નવા ધારાધોરણો અમલી બની ગયા છે. ભારત સ્ટેજ છના ધારાધોરણ અમલી બની રહ્યા છે ત્યારે મારુતિ સુઝુકીએ પહેલી એપ્રિલ ૨૦૨૦થી ડિઝલની કારને તબક્કાવારરીતે દૂર કરવા તૈયારી કરી લીધી છે. ડિઝલ કારનું વેચાણ ખુબ વધારે રહ્યું છે. વેચાણાં મોટાભાગની કાર ડિઝલની રહી ચુકી છે પરંતુ મારુતિ સુઝુકીએ ડિઝલ કારને લઇને હવે વધુ સાવચેતી રાખવાનો નિર્ણય કર્યો છે. પહેલી એપ્રિલ ૨૦૨૦થી ડિઝલ કારન વેચાણને મારુતિ દ્વારા બંધ કરી દેવામાં આવશે.

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના ચેરમેન આરસી ભાર્ગવે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે, પહેલી એપ્રિલથી અમે ડિઝલ કારનું વેચાણ બંધ કરીશું. કંપની દ્વારા પહેલી એપ્રિલથી અમે ડિઝલ કારના બદલે પેટ્રોલ કાર અને સીએનજી અને અન્ય વૈકÂલ્પક ટેકનોલોજીની કારનું વેચાણ કરશે. ડિઝલ કારના બદલે અન્ય કારની ટેકનોલોજીને મહત્વ આપવામાં આવશે. ગેસોલિન કાઉન્ટર પર ધ્યાન આપવામાં આવશે. મારુતિ સુઝુકી દ્વારા તેના પરિણામ જાહેર કરવામાં આવી ચુક્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના માર્ચ ત્રીમાસિક ગાળા માટે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના નેટ નફામાં ૧૭૯૫.૬ કરોડ રૂપિયાનો વધારો થયો છે. વાર્ષિક આધાર પર ૪.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. મારુતિ સુઝુકી દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે ૨૦૧૮-૧૯ માટે પ્રતિ શેર ૮૦ રૂપિયાના ડિવિડંડની જાહેરાત કરી છે.

Share This Article