નવીદિલ્હી : ભારતની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા દ્વારા હવે મોટાપાયે ફેરફાર કરવામાં આવનાર છે. એન્ટ્રી લેવલ ઉપર તમામ નવી મારુતિ રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. હજુ સુધી બનાવવામાં આવેલી તમામ કારને લઇને ફેરફાર કરવામાં આવી શકે છે. ૨૦૧૮ના ઓટો એક્સ્પોમાં કંપની દ્વારા ભાવિ કોન્સેપ્ટ ઉપર આધારિત કેટલીક કાર રજૂ કરવામાં આવી હતી. આ દિશામાં હવે નવી કાર રજૂ કરવામાં આવી રહી છે.
બિલકુલ સ્વદેશીરીતે બનાવવામાં આવેલી નવી કાર એસ પ્રેસોને માર્કેટમાં લાવવામાં આવનાર છે. તહેવારની સિઝનમાં આ નવી કારને માર્કેટમાં લાવવામાં આવનાર છે. આ કાર નાના વર્ગના લોકોને પણ પ્રભાવિત કરી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ આ કાર તમામ વર્ગના લોકોને ગમી જશે. મારુતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવનું કહેવું છે કે, તેઓ હાલમાં આ પ્રોજેક્ટ પર કોઇ ટિપ્પણી કરવા ઇચ્છુક નથી પરંતુ એન્ટ્રી કાર સેગ્મેન્ટમાં મારુતિ આશા ધરાવે છે. લાખો ટુ વ્હીલર્સના લોકો એક વર્ષની અંદર કાર ખરીદવાની વિચારણા કરતા રહે છે. આવી સ્થિતિમાં નવી યોજના રજૂ કરવામાં આવનાર
. લોકપ્રિય નાની કારને ધ્યાનમાં લઇને આવી કાર રજૂ કરવામાં આવનાર છે. લોકપ્રિય બજેટની અપેક્ષા વચ્ચે પાંચ લાખ સુધીની નવી નાની કાર મારુતિ સુઝુકીના માર્કેટને એકંદરે વધારી શકે છે. જાણિતા લોકોના કહેવા મુજબ એસ પ્રેસ્કો નામની કાર એક લીટર પેટ્રોલના એÂન્જન દ્વારા સંચાલિત છે. આ કારમાં ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સિસ્ટમ છે.