મુંબઇ: શેરબજારમાં આજે સવારે સતત નિરાશા જોવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૩ પોઇન્ટ ઘટીને ૩૭૮૮૯ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૮ પોઇન્ટ ઘટીને ૧૧૪૨૦ની નીચી સપાટી પર રહ્યો હતો. ડોલર સામે રૂપિયામાં હજુ ૭૨ની સપાટી જાવા મળી રહી છે. આઈઆઈપીના આંકડા, ફુગાવાના આંકડા હવે જારી કરવામાં આવનાર છે. ઓગસ્ટ મહિના માટે ભારતના કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. રિટેલ ફુગાવા અથવા તો સીપીઆઈના આંકડા બજારની દિશા નક્કી કરી શકે છે. ચીજવસ્તુઓ અને સર્વિસની કિંમતમાં ફેરફાર સીપીઆઈ ફુગાવાના આંકડામાં જાવા મળે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ આંકડા ઉપર આધારિત રહીને ઓક્ટોબર મહિનામાં તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરશે. સાથે સાથે તેમાં રેપોરેટમાં કોઇ ફેરફાર કરવા જાઇએ કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવશે. રિટેલ ફુગાવો જુલાઈ મહિનામાં નવ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. જૂન મહિનામાં રિટેલ ફુગાવો ૪.૫૨ ટકા ઘટીને જુલાઈ મહિનામાં ૪.૧૭ ટકા થઇ ગયો હતો. જ્યારે ખાદ્યાન્ન ફુગાવો ૨.૯૧ ટકાથી ઘટીને ૧.૩૭ ટકા સુધી થઇ ગયો છે.આવી જ રીતે ઓગસ્ટ મહિના માટે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે.
જુન મહિનામાં આ ફુગાવો ૫.૭૭ ટકા હતો જ્યારે જુલાઈ મહિનામાં તે ૫.૦૯ ટકા હતો. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટેના ડેટા જે જુલાઈ મહિના માટેના છે તે બુધવારના દિવસે જારી કરાશે. જૂન મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. ચીનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા શુક્રવારે જારી થશે. યુએસ કોર સીપીઆઈ ડેટા અને ઓગસ્ટના સેલ્સ ડેટાના આંકડા ગુરુવાર અને શુક્રવારના દિવસે જારી કરાશે.કારોબારના અંતે સેંસેક્સ ૪૬૮ પોઇન્ટ ઘટીને ૩૭૯૨૨ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટીમાં ૧૫૧ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો.