મુંબઇ: શેરબજારમાં આજે સવારે ફરી એકવાર પ્રવાહી સ્થિતી જાવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૨૪ પોઇન્ટ રિક્વર થને ૩૮૧૪૨ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૧ પોઇન્ટ રિક્વર થઇને ૧૧૪૮૮ની સપાટી પર રહ્યો હતો. દિવસ દરમિયાન શેરબજારમાં રિન્કવરી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. ડોલર સામે રૂપિયામાં પણ ઉતારચઢાવની સ્થિતી જાવા મળી રહી છે. રોકાણકારો હાલમાં પ્રવાહી સ્થિતીના કારણે રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. ગઇકાલે બુધવારે કારોબારના અંતે સેન્સેક્સ ૧૪૦ પોઈન્ટ ઘટીને ૩૮૦૧૮ની નીચી સપાટીએ રહ્યો હતો.
જ્યારે નિફ્ટી ૪૩ પોઈન્ટ ઘટીને ૧૧૪૭૭ની નીચી સપાટીએ રહ્યો હતો. ભારતમાં પ્રભુત્વ ધરાવનાર સર્વિસ સેકટરમાં ગયા મહિનામા ઓછી ગતિએ આગેકૂચ થઈ હતી. નબળી માંગ અને વધતા જતા ખર્ચના પરિણામ સ્વરૂપે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. ઓગસ્ટ મહિનામાં પીએમઆઈ આંકડા ૫૧.૫ ટકા સુધી રહ્યા હતા. હાલમાં જ જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા હતા જેમાં જૂન ત્રિમાસિક ગાળામાં ઉલ્લેખનીય સ્થિતિ રજૂ કરવામાં આવી હતી.
નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ રેટ રેકોર્ડ ગતિએ વધીને ૮.૨ ટકા સુધી પહોંચી ગયો છે. જીડીપી ગ્રોથરેટ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૭.૭ ટકા હતો જ્યારે અગાઉના નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૫૯ ટકા હતો. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી કરતા પણ વધારે ઉંચો ગ્રોથરેટ રહ્યો છે.
ભારત સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે હોવાની વિગત હવે સ્પષ્ટ થઇ ચુકી છે. બીજા ત્રિમાસિક ગાળામાં ચીનમાં ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટાના બીજા સેટમાં આ કોર સેક્ટરમાં ગ્રોથ રેટ જુલાઈમાં ૬.૬ ટકા રહ્યો છે જે કોલસા, રિફાઈનરી, સિમેન્ટ, ફર્ટીલાઇઝરમાં હેલ્થી ઉત્પાદનનું ચિત્ર રજૂ કરે છે.