મુંબઈ: શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની તમામ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં તેમની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૨૫૫૯૯૫ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાઈ ગયો છે. ઇÂક્વટી માર્કેટમાં અફડાતફડીનો માહોલ જાવા મળ્યો હતો. ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આરઆઈએલની માર્કેટ મૂડીમાં ૧૩૨૦૬૧.૪ કરોડ રૂપિયાનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૬૬૫૪૪૧.૧૬ કરોડ થઇ ગઇ છે. બીજી બાજુ ટીસીએસની માર્કેટ મૂડીમાં ૩૧૧૬૪.૬ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ૮૦૫૧૮૭.૬૫ કરોડ રૂપિયા થઇ ગઇ છે.
ટીસીએસની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હોવા છતાં માર્કેટ મૂડીની દ્રષ્ટિએ તે પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે. આઈટીસીની માર્કેટ મૂડી પણ આ ગાળા દરમિયાન ૨૩૯૩૨.૯૪ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૩૩૯૨૮૪.૬૭ કરોડ થઇ ગઇ છે. કોટક મહિન્દ્રા અને મારુતિ સુઝુકીની માર્કેટ મૂડી ક્રમશઃ ૧૭૦૯૧.૭૨ કરોડ અને ૧૩૮૨૧.૬૭ કરોડનો ઘટાડો થયો છે. આ બંનેની માર્કેટ મૂડી ઉલ્લેખનીયરીતે નીચે પહોંચી ગઈ છે. એચડીએફસી, હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી પણ ક્રમશઃ ૧૧૬૨૯.૫૧ કરોડ અને ૧૦૪૩૩.૬૧ કરોડ રૂપિયા સુધી ઘટી ગઈ છે.
ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રમત ક્રમાંક ઉપર અકબંધ છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બીજા ક્રમાંક પર અકબંધ છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા સપ્તાહમાં કારોબારના છેલ્લા દિવસે મુંબઈ સ્ટોક એક્સચેંજના ૩૦ શેર સેંસેક્સમાં ૭૯૨ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. આની સાથે જ સેંસેક્સ ૨.૨૫ ટકા અથવા તો ૭૯૨ પોઇન્ટ ઘટીને ૩૪૩૭૭ની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૨૮૩ પોઇન્ટ ઘટીને અથવા તો ૨.૬૭ ટકા ઘટીને ૧૦૩૧૬ની સપાટીએ રહ્યો હતો. દલાલ સ્ટ્રીટ જુદા જુદા પરિબળોના કારણે હચમચી ઉઠતા કોર્પોરેટ જગતમાં પણ તેની ચર્ચા જાવા મળી હતી.
શુક્રવાર પહેલા ગુરૂવારના દિવસે સેંસેક્સમાં ૮૦૬ પોઇન્ટનો રેકોર્ડ કડાકો બોલી ગયો હતો. જેથી તેની સપાટી ૩૫૧૬૯ રહી હતી. નિફ્ટી ૨૫૯ પોઇન્ટ ઘટીને ૧૦૫૯૯ની નીચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં બુધવાર અને ગુરુવારના દિવસે મળીને બે દિવસના ગાળામાં ૧૩૫૭ પોઇન્ટનો ઉલ્લેખનીય ઘટાડો થઇ ચુક્યો છે. આજે તેમાં વધુ ૭૯૨ પોઇન્ટનો ઘટાડો થયો હતો. છેલ્લા સપ્તાહમાં ત્રણ દિવસના ગાળામાં જ ૨૧૪૯ પોઇન્ટનો ઘટાડો થયો હતો. ઇરાન ઉપર અમેરિકાએ પ્રતિબંધ મુક્યા બાદ ક્રૂડની કિંમતના ભાવ ઝડપથી વધી રહ્યા છે.