બજાર ફ્લેટ : સેંસેક્સ હવે ૩૮૯૧૫ના ઉંચા સ્તર પર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: શેરબજારમાં આજે સવારે ફ્લેટ સ્થિતી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૯ પોઇન્ટ સુધરીને ૩૮૯૧૫ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ત્રણ પોઇન્ટ સુધરીને ૧૧૭૪૨ની સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં આજે ઉતારચઢાવની સ્થિતી રહી શકે છે. ગુરુવારના દિવસે  એફએન્ડઓ અવધિ પૂર્ણ થશે. માઇક્રો મોરચે પણ નવા આંકડા જારી કરવામાં આવનાર છે. જૂન ત્રિમાસિક ગાળા માટે જીડીપીના આંકડા શુક્રવારે જારી કરાશે.

કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે, જીડીપીનો આંકડો ૭.૬ ટકા રહી શકે છે. ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો આંકડો ૭.૭ ટકા રહ્યો હતો. જુલાઈ ફિસ્કલ ડેફિસિટના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. તે દિવસે જુલાઈ મહિના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. આરબીઆઈના ફોરેક્સ રિઝર્વના ડેટા પણ શુક્રવારના દિવસે જારી કરાશે જેની રૂપિયા ઉપર સીધી અસર જાવા મળી શકે છે .

ડીએચએફએલ દ્વારા તેના બિઝનેસને વધારવા માટે મૂડી ઉભી કરવામાં આવનાર છે. કંપની ખાનગી પ્લેસમેન્ટના આધાર પર બોન્ડ જારી કરીને ૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આવી જ રીતે પાવરગ્રીડનું કહેવું છે કે તે બોન્ડ અથવા તો ડિબેન્ચર મારફતે ૨૦૦૦૦ કરોડ ઉભા કરવા શેર હોલ્ડરોની મંજુરી મેળવશે. તેની વાર્ષિક જનરલ બેઠક ૧૮મી સપ્ટેમ્બરના દિવસે મળનાર છે.  ગઇકાલે મંગળવારના દિવસે સેંસેક્સ ૨૦૩ પોઇન્ટ ઉછળીને ૩૮૮૯૭ની સપાટીએ પહોંચ્યો હતો.નિફ્ટી ગઇકાલે ૪૭ પોઇન્ટ ઉછળીને ૧૧૭૩૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો.

Share This Article