માર્ક ઝુકરબર્ગે પત્ની સાથે ફેસબુક પર કરી ખુશીની જાહેરાત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

માર્ક ઝુકરબર્ગનું નામ દરેક લોકો જાણે છે. તેણે સંપત્તિની સાથે-સાથે ઘણા લોકોનો પ્રેમ પણ મેળવ્યો છે. પરંતુ તેની સફળતામાં ઝુકરબર્ગ પત્ની પ્રિસિલા ચાનને પણ જવાબદાર માને છે. તમને જણાવી દઈએ કે સૌથી ધનીક લોકોમાં સામેલ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર એક પોસ્ટ કરતા પોતાના જીવનના સૌથી મોટા સમાચારને ફેન્સ સાથે શેર કર્યાં છે. આ પોસ્ટમાં માર્ક ઝુકરબબર્ગ પોતાની પત્ની પ્રિસિલા ચાનની સાથે ખુશ જોવા મળી રહ્યો છે. તેનું કેપ્શન વાંચીને તમે બધુ સમજી જશો.

ઝુકરબર્ગે કેપ્શનમાં લખ્યું છે કે ઘણો બધો પ્રેમ. તે જણાવતા ખુશી થઈ રહી છે કે મેક્સ અને અગસ્ટને આગામી વર્ષે એક નવી બહેન મળી રહી છે. આ પોસ્ટ કર્યાના થોડા સમયમાં હજારો લોકો શુભેચ્છા આપી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાનને બે પુત્રીઓ છે જેનું નામ મેક્સ અને અગસ્ત છે. આગામી વર્ષ સુધી માર્ક ત્રણ બાળકીના પિતા બની જશે. આ ફેસબુક પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે.

નોંધનીય છે કે ઝુકરબર્ગ દુનિયામાં ઘણા લોકોની પ્રેરણા છે અને ઘણા લોકો તેને માને પણ છે. આ ફોટોમાં માર્ક તેની પત્ની પ્રિસિલા સાથે ખુશ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ફેસબુકનું નામ બદલીને મેટા રાખ્યા બાદ ઝુકરબર્ગનની કંપનીને સતત નુકસાન થઈ રહ્યું છે. આ કારણ છે કે ક્યારેય દુનિયાના ધનીકોની યાદીમાં ટોપ રહેનારા ઝુકરબર્ગ સંપત્તિના મામલામાં હવે ૨૦માં સ્થાને પહોંચી ગયા છે.

Share This Article