“IP: પાવરહાઉસ ફોર બિઝનેસ ગ્રોથ” પર Mark Patent.ORG નો 17મો આંતરરાષ્ટ્રીય સેમિનાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

MarkPatent.Org, એક બિન-લાભકારી સંસ્થા,જે બૌદ્ધિક સંપદા અધિકારો અને તેના ઘટકો જેવા કે ટ્રેડ માર્ક્સ, પેટન્ટ્સ, કોપીરાઈટ્સ, ડિઝાઈન વગેરેની જાગૃતિ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે, તેણે આ મહિના ની 10 મી અને 11 મી તારીખે ઈન્ટરનેશનલ પ્રોપર્ટી રાઈટ્સ પર તેના 17 મા ઈન્ટરનેશનલ સેમિનારનું આયોજન કર્યું હતું . આ વર્ષની થીમ હતી “IP: પાવર હાઉસ ફોર બિઝનેસ ગ્રોથ”.

ip


સમગ્ર વિશ્વમાંથી આવેલ સ્પીકર્સએ બૌદ્ધિક સંપદા અધિકારોના મહત્વ અને વ્યવસાયના વિકાસમાં મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડતા પેપર રજૂ કર્યા હતા. ઇન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાગા લાઇફસાયન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિરાંચી શાહ પ્રથમ દિવસે એટલે કે 10મી એ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહયા હતા . ડો. ઓમકાર આચાર્ય, એચકે આચાર્ય એન્ડ કંપની, અમદાવાદના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, દક્ષિણ કોરિયાના શ્રી મીનકી ચોઈ, યુએસએ થી શ્રી કેવિન મર્ફી, ઇટાલીના સુ શ્રી ઈવાફિયામેન્ગી, યુએસએ ના ડો. મારિયો ગોલાબ અને શ્રી શક્તિધર ઓઝા એ ઇન્ડિયન ટ્રેડમાર્ક ઑફિસ વિવિધ વિષયો પર પેપર્સ રજૂ કર્યા હતા જે “IP: પાવર હાઉસ ફોર બિઝનેસ ગ્રોથ” થીમને પૂર્ણ કરે છે. લાહોર, પાકિસ્તાનના શ્રી યાવર ઈરફાન ખાન અને એનઆઈડી ના શ્રી ભાવિન કોઠારી એ તેમની નિષ્ણાત ટિપ્પણીઓ રજૂ કરી હતી. માનનીય શ્રી ન્યાયાધીશ (ભૂતપૂર્વ) એ.સી. રાવ એ કેસની મોકટ્રાયલ પર તેમની નિષ્ણાત ટિપ્પણીઓ રજૂ કરી હતી.

Share This Article