રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની 2’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની 2’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ ‘મર્દાની’ ફિલ્મ ફ્રેન્ચાઇઝીની બીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં પણ રાની પોલીસ ઓફિસરના જ રોલમાં છે. આ ફિલ્મમાં પણ રાની ‘શિવાની શિવાજી રોય’ તરીકે પોલીસ ઓફિસરના રોલમાં જ છે. આ ફિલ્મમાં તે એક નિર્દય રેપિસ્ટની પાછળ પડી છે. ફિલ્મ 13 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.

આ ફિલ્મ સાચી ઘટનાઓથી ઇન્સ્પાયર છે. કોટા શહેરમાં હેવાનને પણ શરમાવે એવી ઘટના ઘટે છે. રેપિસ્ટને પકડવા માટે શિવાની શિવાજી રોય એટલે કે રાની પોતાની બધી તાકાત લગાવી દે છે. નિર્દય રેપિસ્ટ શિવાનીને ચેલેન્જ કરી તેની ઊંઘ હરામ કરી દે છે અને તેને પકડવા માટે ચોર- પોલીસનો પકડદાવ શરૂ થાય છે. અંતમાં રેપિસ્ટ પકડાય છે કે કેમ અને તેને સજા થાય છે કે શું તે હવે ફિલ્મમાં જોવાનું રહ્યું.

‘મર્દાની 2’ ફિલ્મ 2014ની રાનીની ફિલ્મ ‘મર્દાની’ની સિક્વલ છે. આ ફિલ્મને રાનીના પતિ આદિત્ય ચોપરાએ પ્રોડ્યૂસ કરી છે. ‘મર્દાની’ ફિલ્મના રાઇટર ગોપી પુથરન ‘મર્દાની 2’ના ડિરેક્ટર છે.

Share This Article