ગરમીની સિઝનની શરૂઆત થયા બાદ કેટલીક બિમારીને સીધી રીતે આમંત્રણ મળી જાય છે. જેથી સાવધાની વધારે જરૂરી હોય છે. તીવ્ર ગરમીની સિઝન હોય છે ત્યારે ભોજન ખરાબ થવાનો ખતરો અનેક ગણો વધી જાય છે. આવી સ્થિતીમાં બેક્ટેરિયા, દુષિત ભોજન અને સાફ સફાઇનુ ધ્યાન ન આપવાની સ્થિતીમાં ફુડ પોઇઝનિંગ થવાનો ખતરો રહે છે. આના કારણે શરીરમાં પાણીની કમી આવી જાય છે. જેથી નબળાઇનો અનુભવ થાય છે. આનાથી બચવા માટે કેટલાક પ્રયોગ કરવામાં આવે તે જરૂરી છે. કોઇ પણ પ્રકારના દુષિત ભોજનને ટાળવા માટેના પ્રયાસ કરવા જોઇએ.
ભોજનને વધારે સમય સુધી ખુલ્લામાં રાખવામાં આવે તો પણ નુકસાન થાય છે. પેટમાં દુખાવો, ઘબરામણ, માથામાં દુખાવો, ઝાડા ઉલ્ટી, ડિહાઇડ્રેશન જેવા લક્ષણ જાવા મળે છે. દુષિત ભોજન અથવા તો કોઇ ચીજ ખાધા બાદ તેના લક્ષણ એક કલાક બાદ જાવા મળે છે. કેટલાક કેસોમાં લક્ષણ બે દિવસ બાદ પણ જોવા મળે છે. આવી સ્થિતીમાં તબીબોનો સંપર્ક કરવામાં આવે તે જરૂરી છે. ફુડ પોઇઝનિંગી બચવા માટે ચોક્કસ કામ કરવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને સાફ સફાઇ પર ધ્યાન સૌથી જરૂરી છે. ખઇ પણ ચીજ વસ્તુ ખાતા પહેલા હાથ ધોઇ નાંખવામાં આવે તે જરૂરી છે. ફળફળાદી અને શાકભાજીનો પ્રયોગ કરતા પહેલા તેને ઘોઇ નાંખવામાં આવે તે જરૂરી છે. શાકભાજીને સારી રીતે પકવી લેવામાં આવે તે જરૂરી છે.
નારિયળ પાણી, મિઠુ, લિમ્બુ, અને પાણીનુ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો ફાયદો થાય છે. છાશ, કેરી જ્યુસ પણ ઉપયોગી સાબિત થાય છે. હોમિયોપેથી મારફતે પણ કેટલાક અંશ સુધી રાહત મેળવી શકાય છે. આના માટે આર્સેિનક અલબમ, ઝાડા ઉલ્ટી વધારે હોવાની સ્થિતીમાં વેરેટમ, કાર્બોવેઝ, બિસ્મથ, કેમ્ફોરા, સિનકોના જેવી દવાનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તબીબોની સલાહ લીધા વગર પણ આ પ્રકારની દવાનો ઉપયોગ કરવામાં ન આવે તે જરૂરી છે. પ્રવાહી ચીજાનો વધારે ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. ફુડ પોઇઝનિંગની સ્થિતીમાં ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટસ ખુબ ઉપયોગી સાબિત થાય છે. વિકાશશીલ દેશોમાં આના ઉપયોગના કારણે ઉલ્લેખનીય ફાયદો થઇ રહ્યો છે.
જાણકાર તબીબોનુ કહેવુ છે કે આના કારણે દર વર્ષે બાળકોના મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. વિકસિત દેશોમાં મોતનો ખતરો ઓછો છે. જા કે તમામ માટે રિહાઇડ્રેશન ખુબ ઉપયોગી છે. ડિહાઇડ્રેશનના કારણે શરીરમાં મીઠુ, ગ્લુકોઝ અને મિનરલના તત્વો ઘટી જાય છે. આવી સ્થિતીમાં ઓઆરએસથી ફાયદો થાય છે. જો કે વધારે પ્રમાણમાં મીઠુ બાળકોને નુકસાન કરે છે.જનરલ ડાયાબિટીશ કેરમાં ફ્રાંસના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો એક દિવસમાં બે ગ્લાસ અથવા તો તેનાથી પણ ઓછું પાણી પીવે છે તે લોકોમાં હાઈ બ્લડ સુગરનું સ્તર જાવા મળે છે. તેના કારણે આ પ્રકારના લોકો ડાયાબિટીશથી ગ્રસ્ત થઈ શકે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બે ગ્લાસથી ઓછું પાણી પીનાર લોકોમાં ડાયાબિટીશનો ખતરો વધી જાય છે. ૩૬૧૫ પુખ્તવયના લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વોટર થેરાપી ખૂબ જ ઉપયોગી છે.
૩૦થી ૬૫ વર્ષની વયના લોકોને આવરી લઈને આ અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. અભ્યાસની શરૂઆતમાં આ તમામ લોકોમાં સામાન્ય બ્લડ સુગરની સપાટી હતી. નવ વર્ષના અભ્યાસના ગાળા બાદ અભ્યાસના ભાગરૂપે રહેલાં ૫૬૫ લોકોને હાઈ બ્લડ સુગરની તકલીફ જોવા મળી હતી અને ૨૦૨ લોકોમાં ટાઈપ-૨ ડાયાબિટીશની અસર દેખાઈ હતી. દરરોજ બે ગ્લાસથી ઓછું પાણી પીનાર લોકોમાં હાઈ બ્લડ સુગર થવાની શક્યતા ૨૮ ટકા ઓછી છે. જે લોકોએ આનાથી પણ ઓછું પાણી પીવે છે તે લોકોમાં ખતરો વધારે છે. આ જાખમ હાર્મોન સાથે સીધી રીતે સંબંધિત છે. આનો મતલબ એ થયો કે મોટાપ્રમાણમાં પાણી ખૂબ જ ઉપયોગી છે. ફુડ પોઇઝિંગથી બચવા માટે દુષિત ચીજોને ટાળવી જોઇએ.