પ્રધાનમંત્રી સહિત ઘણા નેતાઓને ટિ્‌વટરે પહેલા ઓફિશિયલ લેબલ આપ્યું પછી હટાવી લીધું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ટિ્‌વટરે બુધવારે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓને વેરિફાઈલ હેન્ડલમાં ઓફિશિયલ લેબલથી જોડ્યા. પછી થોડીવાર પછી તેને હટાવી લીધું. ટિ્‌વટરે નાણાં મંત્રી ર્નિમલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય મંત્રીઓના હેન્ડલ પર પણ આ જ લેબલ જોડ્યું હતું. કંપનીનું કહેવું હતું કે આ ફીચર એટલા માટે જોડવામાં આવ્યું, જેથી બ્લૂ એકાઉન્ટ અને વેરિફાઈડ એકાઉન્ટરની વચ્ચેનું અંતર સમજી શકાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફેરફારો કર્યા પછી, અધિકારી વેરિફાઈડ ટિ્‌વટર હેન્ડર હેઠળ દેખાઈ રહ્યા હતા. જોકે કંપનીએ હજુ સુધી તેને સત્તાવાર રીતે લોન્ચ કર્યું નથી. કંપની કે એલન મસ્કે પોતે આ ટેગ વિશે કોઈ માહિતી શેર કરી છે. ટિ્‌વટર દ્વારા વેરિફાઈડ એકાઉન્ટ્‌સ માટેના ફેરફારોની જાહેરાતકંપનીએ જણાવ્યું હતું કે મુખ્ય મીડિયા સંસ્થાઓ અને સરકારો સહિત પસંદગીના વેરિફાઈડ એકાઉન્ટ્‌સને ‘ઓફિશિયલ’ લેબલ આપવામાં આવ્યું છે.

ટિ્‌વટર એક્ઝિક્યુટિવ એસ્થર ક્રોફોર્ડે જણાવ્યું હતું કે ઘણા લોકોએ પૂછ્યું છે કે તે ટિ્‌વટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ અને વાદળી ચેકમાર્ક સાથે ‘સત્તાવાર રીતે’ વેરિફાઇડ એકાઉન્ટ્‌સ વચ્ચે કેવી રીતે તફાવત કરશે. આ જ કારણ છે કે અમે કેટલાક ખાતાઓ માટે ‘સત્તાવાર’ લેબલ રજૂ કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે પહેલાથી ચકાસાયેલ તમામ ખાતાઓને ‘અધિકૃત’ લેબલ મળશે નહીં અને લેબલ ખરીદી માટે ઉપલબ્ધ નથી. જે ખાતાઓ તેને પ્રાપ્ત કરે છે તેમાં સરકારી ખાતાઓ, વ્યાપારી કંપનીઓ, વ્યવસાયિક ભાગીદારો, મુખ્ય મીડિયા આઉટલેટ્‌સ, પ્રકાશકો અને અમુક જાહેર વ્યક્તિઓનો સમાવેશ થાય છે. નવા ‘ટિ્‌વટર બ્લુ’ અંગે ક્રોફોર્ડે કહ્યું કે નવા ફીચરમાં આઈડી વેરિફિકેશન સામેલ નથી. “તે વાદળી ચેકમાર્ક સાથે ઓપ્ટ-ઇન, પેઇડ સબ્સ્ક્રિપ્શન છે અને પસંદગીની સુવિધાઓની ઍક્સેસ છે. અમે એકાઉન્ટ્‌સ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી જાળવવા માટે તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું.’

Share This Article