રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો, ખેડૂતોની ચિંતામાં વધારો

Rudra
By Rudra 1 Min Read

રાજકોટ : ગુજરાતના અનેક શહેરોમાં મંગળવારે બપોર પછી વરસાદ વરસ્યો હતો. રાજકોટ, અમરેલીના અનેક ગામડાઓ, ગઢડા, જામકંડોરણા અને જેતપુર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા તેથી અસહ્ય ગરમી બાદ હવે વાતાવરણમાં ઠંડી પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં હવામાન વિભાગની આગાહી પગલે જામકંડોરણા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો તેથી જામકંડોરણાનાં રસ્તા પાણી પાણી થઈ ગયાં હતા.

જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી માવઠું આવ્યું છે. મેવાસા, ખીરસરા, વીરપુર સહિતના ગામોમાં વરસાદ જાેવા મળી રહ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સવારથી અસહ્ય બાફરા બાદ ધોધમાર વરસાદ થયો છે. વરસાદ શરૂ થતાં લોકોને ગરમી માંથી આંશિક રાહત મળીછે. ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ઢસા, પાટણા, પીપરડી, રસનાલમાં વરસાદ પડ્યો છે.

સાથેજ ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. તાલુકાના ઢસાગામે શરૂ વરસાદ જાેવા મળ્યો છે. બપોર બાદ સાંજના સમયે શરૂ વરસાદ થયોહતો. ઢસા, પાટણા, પીપરડી, રસનાલ, સીતાપર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ છે. હવામાન વીભાગે આપેલ આગાહી અનુસાર શરૂ વરસાદ થયો છે.

Share This Article