હવે માનુષી છિલ્લરને લોંચ કરવા ફરાહ ખાન તૈયાર છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : માનુષી છિલ્લર બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. પ્રાપ્ત હેવાલ મુજબ બ્યુટીક્વીન માનુષી છિલ્લરને લઇને હવે ફરાહ ખાન ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. ફિલ્મનુ નામ ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવી શકે છે. જા કે ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાં હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. માનુષી પહેલા બોલિવુડમાં અનેક બ્યુટીક્વીન એન્ટ્રી કરી ચુકી છે અને મોટી સફળતા હાંસલ પણ કરી ચુકી છે. સુષ્મિતા સેન, એશ્વર્યા રાય બચ્ચન, દિયા મિર્જા અને પ્રિયંકા ચોપડા બોલિવુડમાં જારદાર સફળતા હાંસલ કરી ચુકી છે. હવે આ દિશામાં આગળ વધીને માનુષી પણ એન્ટ્રી કરવા જઇ રહી છે.

ફરાહ  ખાન એક્શન અને રોમેન્ટિક ફિલ્મ બનાવવા માટે જાણીતી રહી છે. તેની છેલ્લે ૨૦૧૪માં હેપ્પી ન્યુ યર આવી હતી. ત્યારબાદ તેના નિર્દેશનમાં બનેલી કોઇ ફિલ્મ આવી નથી. હેપ્પી ન્યુ યર ફિલ્મમાં શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન, દિપિકાની ભૂમિકા હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. તે પહેલા પણ ફરાહ ખાને શાહરૂખ ખાનને લઇને જ ફિલ્મ બનાવી હતી. એમ માનવામાં આવે છે કે ફરાહ ખાનના ફેવરીટ સ્ટાર તરીકે શાહરૂખ ખાન રહ્યો છે. જેથી આ ફિલ્મમાં પણ શાહરૂખ ખાનની ભૂમિકા રહી શકે છે. માનુષી છિલ્લરને લોંચ કરવાને લઇને મિડિયામાં જુદા જુદા હેવાલનો અગાઉ આવતા રહ્યા છે.

એક વખતે એવા હેવાલ આવ્યા હતા કે સલમાન ખાન માનુષી છિલ્લરને લોંચ કરવા જઇ રહ્યો છે. જા કે આ અહેવાલને પણ હજુ સુધી સમર્થન મળ્યુ નથી.  ફરાહ ખાન સામાન્ય રીતે મોટા બજેટની ફિલ્મ બનાવવા માટે જાણીતી રહી છે. આવી સ્થિતીમાં માનુષીને પણ મોટા સ્ટારની સાથે લઇને જ લોંચ કરવામાં આવે તેવી ચર્ચા છેડાઇ ગઇ છે. હાલમાં કોઇ સંકેત મળી રહ્યા નથી.

Share This Article