નવી દિલ્હી : દિલ્હી ભાજપના અધ્યક્ષ અને નોર્થ ઈસ્ટ દિલ્હીમાંથી સાંસદ મનોજ તિવારીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ભાજપ સાંસદને કોઈ વણઓળખાયેલી વ્યÂક્તએ મોબાઈલ ફોન ઉપર મેસેજ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તિવારીએ દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરી દીધી છે. હાલમાં આ મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. આ મેસેજ શુક્રવારે બપોરના ગાળામાં મોકલામાં આવ્યો હતો. સાંસદે શનિવારના દિવસે જોયો હતો.
ભાજપના સાંસદે દિલ્હી પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરી દીધી છે. મનોજ તિવારીએ કહ્યું છે કે, મોબાઈલ ફોન ઉપર મેસેજ મોકલીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મનોજ તિવારીને મોબાઈલ ફોન ઉપર શુક્રવારે બપોરે ૧૨.૫૦ મિનિટે મળી હતી. દિલ્હી ભાજપ મિડિયા સેલે માહિતી આપતા કહ્યું છે કે, સાંસદ આ મેસેજને જોઈ ચુક્યા છે. દિલ્હી પોલીસ કમિશ્નર પટનાયકના આદેશ બાદ સ્પેશિયલ સેલની ટીમ દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે.