મનોહર પારિકર એમ્સમાં દાખલ : સારવાર શરૂ થઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી: ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરને આજે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આની સાથે જ તેમની સારવાર શરૂ થઈ ચુકી છે. મનોહર પારિકર હાલમાં પેનક્રિયાટીક સારવાર લઈ રહ્યા છે. તબીબોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. અગ્રણી હોસ્પિટલમાં તબીબો જરૂરી ટેસ્ટ કરી રહ્યા છે. વધુ ટેસ્ટ કરવામાં આવ્યા બાદ નવી સરવાર અંગે નિર્ણય લેવામાં આવશે.

૬૨ વર્ષીય મનોહર પારિકરને લથડતી તબિયતના કારણે આજે રાષ્ટ્રીય પાટનગરમાં લાવવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં અમેરિકાથી મનોહર પારિકર પરત ફર્યા હતા. ત્યારબાદ તેમને ઉત્તર ગોવામાં એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનોહર પારિકર મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપે તેવી શક્યતા દેખાઈ રહી છે.

Share This Article