અલીગઢ : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનના ટોપ કમાન્ડર મન્નાન બશીર વાનીના જનાજાની નમાજ અદા કરવાના પ્રયાસમાં ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે.મન્નાન વાની એએમયુમાં રિસર્ચ સ્કોલર તરીકે હતા અને વચ્ચેના ગાળામાં જ અભ્યાસ છોડીને હિઝબુલ સંગઠનમાં જાડાઇ ગયો હતો. સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરીને બુધવારના દિવસે તેને ઠાર કરી દીધો હતો. મન્નાન ઠાર થયાના અહેવાલ આવ્યા બાદ અલીગઢ મુÂસ્લમ યુનિવર્સિટીના કેનેડી હોલમાં આશરે ૧૫ વિદ્યાર્થીઓ અકત્રિત થયા હતા.
આ વિદ્યાર્થીઓએ નમા અદા કરવાની શરૂઆત કરી હતી. ત્રણેય વિદ્યાર્થીઓએ શિસ્તનો ભંગ કર્યો હતો. નિયમોનો ભંગ કરીને ગેરકાયદે રીતે સભા બોલાવી હતી.જમ્મુ કાશ્મીરના કુપવારામાં હેન્ડવારામાં સુરક્ષા દળોને બુધવારે મોટી સફળતા હાથ લાગી હતી. આના ભાગરુપે હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રણ ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને રિસર્ચ સ્કોલર મન્નાન વાનીપણ હતો.
મન્નાન હિઝબુલ મુઝાહિદ્દીનનો સ્થાનિક કમાન્ડર તરીકે હતો. તેને કુપવારામાં કમાન્ડર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. બીજી બાજુ ફેસબુક ઉપર રાયફલની સાથે મન્નાનનો એક ફોટો વાયરલ થતાં તેને યુનિવર્સિટીમાંથી કાઢી મુકાયો હતો. તે પાંચમી જાન્યુઆરીના દિવસે જ હિઝબુલમાં સામેલ થઇ ગયો હતો. મન્નાન છેલ્લા પાંચ વર્ષથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લા તાકીપોરા ગામનો નિવાસી હતો.
મન્નાનને તેના ઘરવાળા આગળના અભ્યાસ માટે અમેરિકા મોકલવા ઇચ્છુક હતા. આને લઇને તે ખુબ ઉત્સાહિત પણ હતો પરંતુ તે ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ થઇ ગયા બાદ પરિવારના સભ્યો નાખુશ હતા. છેલ્લે ચોથી જાન્યુઆરીના દિવસે તેની વાત થઇ હતી તે વખતે મન્નાને પોતાના ભાઈને પરિવારની સાથે પોતાનો એક જુનો ફોટો મોકલ્યો હતો. ત્યારબાદ તેનો ફોન બંધ થઇ ગયો હતો. ફેસબુક એકાઉન્ટ પણ બંધ થઇ ગયું હતું. જાન્યુઆરીમાં જ મન્નાન એએમયુથી કાશ્મીર પહોંચી ગયો હતો. ત્યારબાદ તે હિઝબુલમાં સામેલ થઇ ગયો હતો.