નવીદિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે એમ્સમાં બે મહિના સુધી સારવાર હેઠળ રહ્યા બાદ અવસાન થયું હતું. વાજપેયી એક એવી હસ્તી હતા જેમનું તમામ લોકો સન્માન કરતા હતા.
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહનસિંહે એક વખતે રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિાયન વાજપેયીને ભારતીય રાજકારણના ભીષ્મપિતામાહ તરીકે ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ભીષ્મપિતામાહ મહાભારતના કાળ દરમિયાન એ હસ્તી હતા જેમની પાસે કૌરવ અને પાંડવ બંનેના લોકો પહોંચતા હતા અને તેમની તમામ તકલીફો અને પીડાઓ રજૂ કરતા હતા. આવી જ રીતે વાજપેયી પણ ભારતીય રાજકારણના ભીષ્મપિતામાહ તરીકે હતા. તેમની પાસે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પહોંચતા હતા અને તેમની તમામ ફરિયાદો રજૂ કરતા હતા અને વાજપેયી ખુબ જ કુશળતાથી સમસ્યાઓનું નિરાકરણ કરતા હતા. વાજપેયી દ્વારા જે સમસ્યાઓને હલ કરવામાં આવી અને જે સમસ્યાઓને ઉકેલીને સિદ્ધિઓ હાસલ કરી તે ઇતિહાસમાં અમર છે.
વાજપેયીને માત્ર હિન્દુ લોકો જ નહીં બલ્કે મુસ્લિમ લોકો પણ તેમને પોતાના તરીકે ગણતા હતા. વાજપેયીએ મુંબઇના ઐતિહાસિક શિવાજી પાર્કમાં ભાજપની સિલ્વર જ્યુબિલી વેળા ઐતિહાસિક નિવેદન કર્યું હતું જેમાં પાર્ટીએ જાહેરાત કરી હતી કે, લાલકૃષ્ણ અડવાણી અને પ્રમોદ મહાજન રામલક્ષ્મણની જોડી છે. ભાજપની પૂજા કરનાર લોકો તરીકે છે. વાજપેયીને વિરોધ પક્ષો પણ ખુબ સન્માન સાથે જોતા હતા. સોમનાથ ચેટર્જી અને ચંદ્રશેખર જેવા તેમના હરીફ લોકો પણ હંમેશા વાજપેયીની નોંધ લેતા હતા.
વાજપેયીએ લગ્ન કર્યા ન હતા. તેઓએ બીએન કૌલ અને રાજકુમારી પૌલની પુત્રી નમિતા ભટ્ટાચાર્યને દત્તક લીધી હતી. ભારતીય સંગીત પ્રત્યે પણ તેઓ ખુ જ પ્રેરિત હતા. હિમાચલ પ્રદેશમાં મનાલીને તેઓ ફેવરિટ સ્થળ તરીકે ગણતા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સંગીત પ્રત્યે પણ ખુબ જ પ્રેમ ધરાવતા હતા.
વાજપેયીની સિદ્ધિઓની વાત કરવામાં આવે તો પરમાણુ પરીક્ષણ કરીને ભારતને પરમાણુ સક્ષમ દેશ તરીકે બનાવ્યો હતો. પોખરણમાં પાંચ ભૂગર્ભ પરીક્ષણ મે ૧૯૯૮માં કરવામાં આવ્યા હતા. આને પોખરણ-૨ નામ આપવામાં આવ્યું હતું. પરમાણુ પરીક્ષણ વેળા પ્રતિબંધ છતાં વાજપેયી મજબૂતી સાથે ઉભા રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય ટીકા છતાં વાજપેયી મક્કમ રહ્યા હતા અને વિશ્વના દેશોને મનાવી શક્યા હતા. આ ઉપરાંત ૧૯૯૮ અને ૧૯૯૯માં વાજપેયીએ પાકિસ્તાન સાથે ઐતિહાસિક શાંતિ મંત્રણા શરૂ કરી હતી. ફેબ્રુઆરી ૧૯૯૯માં દિલ્હી-લાહોર બસ સર્વિસ મારફતે તેઓ બસમાં મુસાફરી કરીને તેઓ લાહોર પહોંચ્યા હતા. ૧૯૯૯માં વાજપેયી સરકાર સામે બે કટોકટી આવી હતી. કારગિલ યુદ્ધમાં વાજપેયીના ગાળામાં જ ભારતે જીત મેળવી હતી. ૧૯૯૯ની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ ૩૦૩ સીટ જીતી હતી.
ઇન્ડિયન એરલાઈન્સ હાઈઝેક મામલો પણ વાજપેયીના ગાળામાં બન્યો હતો. આ ઓપરેશનને પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. વાજપેયીએ નેશનલ હાઈવે પ્રોજેક્ટ હાથ થર્યો હતો જેને આજે પણ દાખલારુપ ગણવામાં આવે છે.